ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
રાષ્ટ્રવાદી કૉન્ગેસના અધ્યક્ષ શરદ પવાર સાજા થયા બાદ હવે ફરી ઍક્શન મોડમાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ દેશમાં વિરોધને વધારવા માટે તેઓ તાજેતરમાં પ્રશાંત કિશોરને મળ્યા હતા. આ મુલાકાત બાદ હવે શરદ પવાર દિલ્હી પહોંચ્યા છે અને રાજકીય વર્તુળોમાં આ બાબતે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકેદેશભરમાંથી સરખી વિચારધારાધરાવતા વિરોધ પક્ષોના નેતાઓ નવી દિલ્હી ગયા હોવાથી શરદ પાવર પણ ત્યાં ગયા છે.
શરદ પવારે NCPની વર્ષગાંઠ પર કહ્યું હતું કે “મહાવિકાસ આઘાડી સરકાર પાંચ વર્ષ ચાલશે. મને કોઈ શંકા નથી કે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં વધુ જોરશોરથી મળીને કામ કરીને હું દેશ અને રાજ્યમાં સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ અસરકારક રીતે કરીશ.” મીડિયા અહેવાલો અનુસાર એ સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોનું ગઠબંધન કરવા માટે દિલ્હી ગયા છે.
શું ખરેખર કરન્સી નોટોથી ફેલાય છે કોરોના? CAMITના સવાલનો સરકારે છ મહિનાથી આપ્યો નથી જવાબ
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની તાજેતરમાં મરાઠા અનામત અને અન્ય મુદ્દાઓ પર બેઠક મળી હતી. એ પછી શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકનો પત્ર રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકેપવારની તેમની દિલ્હી મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી સાથે મુલાકાત થવાની સંભાવના નથી.