ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21, સપ્ટેમ્બર 2021
મંગળવાર
કોરોના મહામારીમાં બંધ પડેલી દેશભરની સ્કૂલ ફરી ચાલુ કરવા બાબતે રાજ્ય સરકાર અમુક સમયમાં નિણર્ય લે. તે બાબતે સુપ્રીમ કોર્ટ તેમને આદેશ આપે એવી વિનંતી દિલ્લીના વિદ્યાર્થીઓને કરી હતી. જોકે સોમવારના થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. વિદ્યાર્થીઓને જનહિતની અરજી કરવા કરતા પોતાના અભ્યાસ તરફ ધ્યાન આપવું જોઈએ એવી સલાહ પણ આ સમયે કોર્ટે આપી હતી. તેમ જ દેશના દરેક રાજ્યમાં કોરોનાની પરિસ્થિતી અલગ-અલગ છે. તેથી આવી પરિસ્થિતિમાં સ્કૂલ ફરી ચાલુ કરવાનો નિર્ણય ફક્ત રાજ્ય સરકાર જ લઈ શકે છે.
અનેક હજાર કરોડ વેક્સીનના ડોઝ એક્સપોર્ટ વગર પડ્યા છે. આદર પુનાવાલા ટેન્શનમાં.
તેમના નિર્ણયમાં અમે હસ્તક્ષેપ કરશું નહીં એવો મત સુપ્રીમ કોર્ટે વ્યક્ત કર્યો હતો તથા આ સંદર્ભમાં રાજયોને આદેશ આપવાનો સ્પષ્ટ નકાર કર્યો હતો. સ્કૂલના બાળકોના જીવનનો પ્રશ્ન છે. તેમાં પાછો અમારી પાસે કોઈ ડેટા નથી. તેમ જ પાસે કોઈ નિષ્ણાત પણ નથી, કે તેની સલાહ મુજબ ચાલી શકાય. એવી ચોખવટ પણ કોર્ટે કરી હતી.