ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
આજથી બૅન્ક, ઇન્કમટૅક્સ અનેગૂગલના નિયમોમાં ફેરફાર કરાયા છે. ઉપરાંત LPG ગૅસની કિંમતમાં પણ ફેરબદલ થઈ શકે છે.
બૅન્ક ઑફ બરોડા અને સિન્ડિકેટ બૅન્કના ગ્રાહકો માટે આ નિયમો જણાવા મહત્વના છે. બૅન્ક ઑફ બરોડાએ ગ્રાહકો માટે ચેકથી બે લાખ કે વધુ મોટું પેમેન્ટ કરવા માટે પૉઝિટિવ પે કન્ફર્મેશન (Positive Pay Confirmation) જરૂરી કરી દીધુ છે. આ અંતર્ગત કોઈગ્રાહક ચેક જાહેર કરશે તો તેણે બૅન્કને પૂરી માહિતી આપવી પડશે. ચેકની ચુકવણી કર્યા પહેલાં આ ડિટેલ્સને બૅન્કના અધિકારીઓ ક્રૉસ-ચેક કરશે. જો કોઈ ગરબડ જોવા મળશે તો ચેક રદ કરવામાં આવશે. બૅન્કનું માનવું છે કે આ ડબલ વેરિફિકેશનથી ફ્રોડ અટકાવી શકાશે.
સિન્ડિકેટ બૅન્ક હવે કૅનરા બૅન્કમાં વિલય થઈ ગઈ છે. કૅનરા બૅન્કની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ 1 જુલાઈથી સિન્ડિકેટ બૅન્કનો IFSC કોડ બદલાઈ જશે. સિન્ડિકેટ બૅન્કના ગ્રાહકોને નવો IFSC કોડ 30 જૂન સુધી અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.
આજથી છ દિવસ સુધી ઇન્કમટૅક્સ રિટર્ન ફાઈલ કરી શકાશે નહિ. આ માટે સરકાર નવું પૉર્ટલ બનાવી રહી છે જે 7 જૂનથી કાર્યરત થશે, જે પહેલાં કરતાં વધુ સુવિધાજનક હશે. હાલ www.incometaxindiaefiling.gov.inથી નવા પૉર્ટલ www.incometaxgov.in પર ડેટા માઇગ્રેશનનું કામ ચાલી રહ્યું છે.
એક જૂનથી LPG અથવા રસોઈના ગૅસ સિલિન્ડરની કિંમતમાં પણ બદલાવ થવાની શક્યતા છે. દર મહિને તેલ કંપનીઓ રસોઈના ગૅસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરે છે. હાલ દિલ્હી અને મુંબઈમાં 14.2 કેજી ધરાવતા LPG સિલિન્ડરની કિંમત 809 રૂપિયા છે.
1 જૂનથી, ગૂગલ ફોટો ગૅલેરી ગૂગલ ફોટોઝની અમર્યાદિત સ્ટોરેજ સુવિધા સમાપ્ત થઈ રહી છે. હવે જીમેઇલ ઍકાઉન્ટ સાથે ઉપલબ્ધ 15 જીબી સ્ટોરેજ કરતાં વધારે સ્ટોરેજ વાપરવા માટે યુઝર્સે ચાર્જ ચૂકવવો પડશે. ગૂગલ અનુસાર, દરેક જીમેઇલ યુઝર્સને 15 જીબી સ્પેસ આપવામાં આવશે. આ જગ્યામાં જીમેઇલના ઈ-મેઇલ્સ અને ફોટા બંને સામેલ હશે.
મોદી સરકારના આ મહત્વપૂર્ણ મંત્રી ની તબિયત ખરાબ થતા એઇમ્સ માં દાખલ. જાણો વિગત…
આજથી ઘરેલુ હવાઈ પ્રવાસ મોંઘો થશે. 40 મિનિટ સુધીની હવાઈ ફ્લાઇટ્સ માટે, ઓછા ભાડાની મર્યાદા 2,300 રૂપિયાથી વધારીને 2,600 કરવામાં આવી છે.એવી જ રીતે, 40 મિનિટથી 60 મિનિટની ફ્લાઇટ અવધિ માટે, ભાડાની ન્યૂનતમ મર્યાદા હવે રૂ. 2,900ને બદલે 3,300 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે.