407
Join Our WhatsApp Community
ભારત સરકારે નવા આઈટી નિયમોને લઈને આક્રમક વલણ અપનાવતા આખરે માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરને નમતું જોખવું પડ્યું છે
ટ્વિટરે વચગાળાના મુખ્ય પાલન અધિકારીની નિમણૂક કરી છે. સાથે કંપનીએ કહ્યું કે, જલદી સૂચના ટેક્નોલોજી મંત્રાલયની સાથે વિગત શેર કરવામાં આવશે.
ટ્વીટરના પ્રવક્તાએ કહ્યું કે, માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ નવી ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહ્યું છે અને તે IT મંત્રાલયને સમગ્ર પ્રોસેસની જાણકારી પણ આપી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં ટ્વિટર અને કેન્દ્ર વચ્ચે ઘણા મુદ્દાને લઈને ટકરાવ જોવા મળ્યો છે.
આ મહિનાની શરૂઆતમાં સૂચના ટેક્નોલોજી મંત્રાલયે ટ્વિટરને, એક અંતિમ નોટિસ જારી કરતા નવા આઈટી નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું.
You Might Be Interested In