News Continuous Bureau | Mumbai
આ રીતે તમે ઘરે બેઠાં બેઠાં આધાર કાર્ડનો ઈતિહાસ ચેક કરી શકો છોઃ-
પગલું 1
- જો તમે પણ જાણવા માગો છો કે તમારા આધાર કાર્ડનો ક્યાં ઉપયોગ થયો છે, તો આ માટે તમારે પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જવું પડશે.
પગલું 2
- વેબસાઈટ પર ગયા પછી તમારે અહીં ‘My Aadhaar’ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે ‘Aadhaar Authentication History’ વિકલ્પ પર ક્લિક કરો અને તમારો 12 અંકનો આધાર નંબર અહીં દાખલ કરો.
પગલું 3
- તે પછી સ્ક્રીન પર દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરો
- ત્યારબાદ OTP વેરિફિકેશન ઓપ્શન પર ક્લિક કરો
- હવે તમને આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ (OTP) મળશે.
આ સમાચાર પણ વાંચો: ઉપયોગી / સવારે ખાલી પેટે પીવો ચિયા સીડ્સથી બનેલું આ ખાસ ડ્રિંક, તેજીથી ઓછું થઈ જશે તમારું વજન
પગલું 4
- તમારે અહીં મોબાઈલ નંબર પર મળેલ આ OTP ભરવાનો રહેશે.
- ત્યારપછી તમારી સામે એક ટેબ ખુલશે, જેમાં તમારે જે તારીખે તમે હિસ્ટ્રી ચેક કરવા માંગો છો તે તારીખ દાખલ કરવાની રહેશે
- આ પછી તમે જાણી શકશો કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કયા દિવસે ક્યાં અને ક્યાં થયો હતો.
- તમે આ રેકોર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો.