News Continuous Bureau | Mumbai
અત્યાર સુધી વિધાનસભાની ચૂંટણીને લઈને બે પાર્ટીઓ મેદાને હતી જેમાં કોંગ્રેસ અને ભાજપ આ બે મોટા પક્ષો હતા ત્યારે હવે આપ પાર્ટીની એન્ટ્રીથી કોંગ્રેસ માટે કેટલીક સીટો પર નુકશાની થઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ ખુદ સ્વિકારી રહ્યા છે. લલિત વસોયાએ આ વાત સ્વિકારી છે.
લલિત વસોયા અત્યારે પાછળ ચાલી રહ્યા છે ત્યારે તેમને અન્ય સીટોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના આવવાથી કોંગ્રેસને નુકશાન થયું છે. પત્રકારો પાસેથી જે પ્રમાણે માહિતી મળે છે ત્યારે આપ પાર્ટી મોટા પ્રમાણે ડેમેજ કરે છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો:સુરક્ષિત ભવિષ્ય માટે LICની આ યોજનામાં કરો રોકાણ, 10 ગણા સુધી મળે છે સિક્યોર્ડ રિટર્ન: અહીં જાણો ખરીદવાની રીત
આપ પાર્ટીના કારણે નુકાશાની વેઠવાનો વારો કોંગ્રેસને છે. ભાજપના નેતાઓને ફાયદો થશે તેમ તેમણે કહ્યું હતું. લલિત વસોયા અત્યારે ધોરાજી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતાઓ દ્વારા પહેલાથી જ ભાજપની બી ટીમ હોવાનો દાવો કોંગ્રેસને લઈને કરવામાં આવી રહ્યો છે. ત્યારે હજુ પણ રીઝલ્ટના દિવસે કોંગ્રેસના નેતાઓ ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકશાન હોવાનું કહી રહ્યા છે. ત્યારે લલિત વસોયાએ સ્પષ્ટ સ્વિકાર્યું છે કે, આપના કારણે તેમને નુકશાન થઈ રહ્યું છે. ખાસ કરીને આપ પાર્ટી પ્રથમ વખત ચૂંટણી લડવાના કિસ્સામાં આપ પાર્ટી અત્યારે 9 જેટલી સીટો પરથી આગળ ચાલી રહી છે.