બજેટ રજૂ થયા બાદ સંસદમાં એક પણ દિવસ ચર્ચા થઈ નથી. ગૌતમ અદાણી કેસને લઈને વિપક્ષી દળો સંસદના બંને ગૃહોમાં સતત હોબાળો મચાવી રહ્યા છે અને આ મુદ્દે સંસદીય સમિતિની રચના કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે શાસક પક્ષ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. આજે પણ હોબાળો થયો છે અને વિપક્ષના સાંસદો ગાંધી પ્રતિમા સામે વિરોધ કરવા સંસદ પરિસરમાં એકઠા થયા છે, તેમણે અદાણી જૂથ કેસમાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC) અથવા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની તપાસની માગણી કરી હતી. વિપક્ષી સાંસદોએ વિરોધ કર્યો.
સંસદના બંને સદન, લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ. ત્યાર બાદ તરત જ લોકસભામાં વિપક્ષના સાંસદોએ વેલમાં આવીને સતત સૂત્રોચ્ચાર શરુ કરી દીધા. લોકસભાના સાંસદો વિપક્ષી સાંસદો સાથે ચર્ચા કરવા દેવાની માંગ કરી રહ્યા છે. વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
બીજી તરફ કોંગ્રેસે આજે દેશભરમાં એલઆઈસી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. અદાણી કેસને લઈને કોંગ્રેસે દેશભરમાં દેખાવો શરૂ કર્યા છે. કોંગ્રેસના કાર્યકરો એસબીઆઈ અને એલઆઈસી ઓફિસની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : અમેરિકાએ તોડી પાડ્યું ચીનનું જાસૂસી બલૂન. ડ્રેગન થયું લાલચોળ, આપી દીધી આ ધમકી, જુઓ વિડીયો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે જે નોટિસ (267) આપી છે તેના પર ચર્ચા થવી જોઈએ કારણ કે તે રાષ્ટ્રપતિના સંબોધનથી અલગ વિષય છે. અમે ઇચ્છીએ છીએ કે આની પહેલા ચર્ચા કરવામાં આવે. અમે રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા કરવા તૈયાર છીએ, પરંતુ સમગ્ર દેશમાં જે ગડબડ થઈ રહી છે તેના પર પીએમએ જવાબ આપવો જોઈએ.
અદાણી કેસ પર કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે અમે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) તપાસ ઈચ્છીએ છીએ, સરકાર બધું છુપાવવા માંગે છે. સરકારના રહસ્યનો પર્દાફાશ થયો છે.
Join Our WhatsApp Community