News Continuous Bureau | Mumbai
પીએમ નરેન્દ્ર મોદી ( PM Modi ) આજે હાવડા અને ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને ( Vande Bharat Express ) લીલીઝંડી બતાવી. માતા હીરાબાના નિધન બાદ પશ્ચિમ બંગાળનો ( West Bengal ) પ્રવાસ મુલતવી રાખતા પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. માતા હીરાબાના અંતિમ સંસ્કાર કર્યા ( mother’s last rites ) પછી તરત કર્તવ્યનું પાલન કર્યું હતું. તેમણે સવારે માતાના નિધન પર સ્મશાનગૃહમાં હીરાબાને મુખાગ્નિ આપ્યા પછી તરત રાજભવન જઈને વિડિયો કોન્ફરન્સિંગ ( virtually flags off ) કાર્યક્રમ દ્વારા પશ્ચિમ બંગાળને રૂ. 7800 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી હતી. તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડા પ્રધાન મોદી આજનો દિવસ શોકમગ્ન હતો.
PM Shri @narendramodi Ji off Vande Bharat Express connecting Howrah, West Bengal to New Jalpaiguri via video conferencing.#vandaybharatexpress #bjpgujarat #bjp pic.twitter.com/VQWB0BaGfS
— Prabhu Vasava MP (@prabhunvasava) December 30, 2022
પીએમ મોદીના માતા હીરાબેનનું 100 વર્ષની ઉંમરે અમદાવાદની હોસ્પિટલમાં અવસાન થયું છે. હીરાબેને આજે (30 ડિસેમ્બર) સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
આ સમાચાર પણ વાંચો: હીરાબાની ચીર વિદાય.. પંચમહાભૂતમાં વિલીન થયા હીરાબા, PM મોદીએ આપી મુખાગ્ની.. જુઓ વિડીયો..