News Continuous Bureau | Mumbai
આખી દુનિયામાં કોરોના ના કારણે સર્જાયેલી તબાહીનો દરેકને અનુભવ થયો છે. આવી સ્થિતિમાં રસીકરણને કોરોના સામેનું સૌથી મહત્વનું શસ્ત્ર માનવામાં આવે છે. દરમિયાન, ભારત બાયોટેક દ્વારા વિકસિત પ્રથમ નાકની રસી ‘ઇન્કોવેક’ 26 જાન્યુઆરીથી લોકો માટે ઉપલબ્ધ થશે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા ઇલાએ આ માહિતી આપી છે.
કેટલી હશે કિંમત?
મહત્વનું છે કે કેન્દ્રએ 23 ડિસેમ્બરે ભારત બાયોટેકની નેજલ વેક્સીન માર્કેટમાં લાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નાકની રસી બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શરૂઆતમાં, આ રસી ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે અને તેની કિંમત પ્રતિ ડોઝ 800 રૂપિયા હશે, જ્યારે સરકારી હોસ્પિટલોમાં તેની કિંમત પ્રતિ ડોઝ 325 રૂપિયા હશે. તેને ભારત સરકારના કોવિડ રસીકરણ અભિયાનમાં પણ સામેલ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: અમેરીકન રાષ્ટ્રપતિ જો બિડેનની મુસીબત વધી, ન્યાય વિભાગે રાષ્ટ્રપ્રમુખના ઘરે જ પાડ્યાં દરોડા..
ભારતની પ્રથમ નેજલ રસી
આ ભારતની પ્રથમ નેજલ રસી છે, જેને બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે, તેની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. દેશમાં 14 સ્થળોએ તેનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જેમાં 3100 લોકોએ ભાગ લીધો હતો.
Join Our WhatsApp Community