ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર .
ઘણા મહિનાઓથી ચાલી રહેલી ચર્ચાઓ પછી આખરે ત્રીજી જાન્યુઆરી 2022થી એટલે કે ભારતમાં 15થી 18 વર્ષનાં બાળકોને કોવિડ-19ની રસી આપવાનો આરંભ આજથી થઈ રહ્યો છે.
15થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી લગાવવામાં આવશે. આ માટે કોવિન પ્લેટફોર્મ પર રવિવાર સાંજ સુધીમાં આ ઉંમરના બાળકોને રસી લગાવવા માટે 6 લાખથી વધારે રજિસ્ટ્રોશન થયું છે. બાળકોનું રસીકરણ સરકારી સેન્ટર પર થશે. સાથે જ ખાનગી હોસ્પિટલમાં પણ બાળકો રસી લગાવી શકે છે. સરકારી રસીકરણ સેન્ટર પર બાળકોને મફત રસી લાગશે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રસીની કિંમત ચૂકવવી પડશે. બાળકોને કોવેક્સિન આપવામાં આવશે.
-
સૌથી પહેલા gov.in વેબસાઈટ પર જાવ
-
જો તમે કોવિન પર રજિસ્ટર્ડ નથી તો પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
-
અહીં તમારે બાળકોનું નામ, ઉંમર જેવી કેટલીક માહિતી ભરવાની રહેશે
-
રજિસ્ટ્રેશન પુરુ થયા બાદ પોતાના મોબાઈલ પર કન્ફોર્મેશન મેસેજ આવશે.
-
ત્યારબાદ તમે વિસ્તારનો પિન કોર્ડ નાંખો
-
તમારી સામે રસીકરણ સેન્ટરનું લિસ્ટ આવશે
-
આ પછી તારીખ અને સમયની સાથે પોતાનો રસીકરણ સ્લોટ બુક કરો
-
આ બધુ જ કર્યા બાદ તમે રસીકરણ સેન્ટર પર જઈને પોતાના બાળકોને કોરોનાની રસી લગાવી શકશો.
રસીકરણ સેન્ટર પર આવતા પહેલા તમારે આઈડેન્ટીટી પ્રૂફ અને સીક્રેટ કોર્ડની જાણકારી આપવાની રહેશે. જે રજિસ્ટ્રેશન કરવા પર મળશે. તમે રસીના સ્લોટ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી નોંધણી કરાવી શકો છો.
તમને જણાવી દઇએ કે રસી લેતી વખતે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. કોરોનાનો ડોઝ લીધા બાદ ઓછામાં ઓછા અડધો કલાક રસી કેન્દ્રમાં રહેવું પડશે. આ દરમિયાન બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. એક અનુમાન અનુસાર, રસીકરણના આ તબક્કામાં ભારતનાં આઠથી નવ કરોડ બાળકોને રસીના બે ડોઝ અપાશે.
અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ હાલમાં જ બાળકોના રસીકરણની જાહેરાત કરી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરીથી કોવિન એપ પર બાળકોનું રજિસ્ટ્રેશન શરૂ થયું.