News Continuous Bureau | Mumbai
બિહારના ( Bihar CM ) છપરા જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે. આને લઈને વિરોધ પક્ષ આક્રમક બન્યો છે તેમજ બુધવારે વિધાનસભામાં નીતિશ કુમારને સારી પેઠે ઘેરવામાં આવ્યા હતા. ગુરુવારે જ્યારે પત્રકારોએ નીતિશ કુમારને ( Shri Nitesh Kumar ) આ વિશે પૂછ્યું ત્યારે તેમણે વિવાદાસ્પદ નિવેદન ( Controversial statement ) આપ્યું અને કહ્યું હતું કે “જે લોકો દારૂ પીવે છે તેઓ ચોક્કસ મૃત્યુ પામે છે”.
“લોકોએ સજાગ રહેવું જોઈએ. કાળજી લેવી પડશે. કારણ કે જે પણ દારૂ પીશે તે મરી જશે,” નીતિશ કુમારે પત્રકારોને કહ્યું હતું. બુધવારે ભાજપના ધારાસભ્યો આ મુદ્દે વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે સમયે નીતિશ કુમારે તેમને ‘તમે દારુડીયા છો’ કહીને બોલાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: Gujarat Politics : આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો અરવિંદ કેજરીવાલને મળ્યા. આ ધારાસભ્યો શું હવે ભાજપમાં પ્રવેશ કરશે?
બિહારમાં નીતિશ કુમારની સરકારે એપ્રિલ 2016થી દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે. ત્યારથી બિહારમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા છે.
Join Our WhatsApp Community