News Continuous Bureau | Mumbai
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને છ મહિનાના સમયગાળા માટે વિવિધ સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા હતા. પ્રાયોગિક ધોરણે આ વધારાના હૉલ્ટને હાલના હૉલ્ટની સાથે વધુ છ મહિના માટે લંબાવવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. રામગંજ મંડી સ્ટેશન પર ટ્રેન નંબર 19037/19038 બાંદરા ટર્મિનસ – બરૌની અવધ એક્સપ્રેસનું સ્ટોપેજ જે અગાઉ 6 ફેબ્રુઆરી, 2023 સુધી સૂચિત કરવામાં આવ્યું હતું, તે હવે 5 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવ્યું છે.
2. દારા સ્ટેશન પર ટ્રેન નંબર 12465/12466 ઇન્દોર-જોધપુર રણથંભોર એક્સપ્રેસનું સ્ટોપેજ જેને અગાઉ 6 ફેબ્રુઆરી, 2023 સુધી સૂચિત કરવામાં આવ્યું હતું તે હવે 5મી ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવ્યું છે.
3. મોરક અને દારા સ્ટેશનો પર ટ્રેન નંબર 19019/19020 બાંદ્રા ટર્મિનસ – હરિદ્વાર દેહરાદૂન એક્સપ્રેસનું સ્ટોપેજ જે અગાઉ 6 ફેબ્રુઆરી, 2023 સુધી સૂચિત કરવામાં આવ્યું હતું તે હવે 5 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : તમે ક્યારેય નહીં ખાધા હોય એવા બાજરી ના લોટ ના ચીલા , ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સોફ્ટ ,જાણો બનાવવાની રીત
4. કેશોરાઈ પાટણ અને કપ્રેન સ્ટેશનો પર ટ્રેન નંબર 19019/19020 બાંદ્રા ટર્મિનસ – હરિદ્વાર દેહરાદૂન એક્સપ્રેસનું સ્ટોપેજ જે અગાઉ 7મી ફેબ્રુઆરી, 2023 સુધી સૂચિત કરવામાં આવ્યું હતું તે હવે 6ઠ્ઠી ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવ્યું છે.
5. ભવાની મંડી સ્ટેશન પર ટ્રેન નંબર 15635/15636 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસનું સ્ટોપેજ જેને અગાઉ 19મી ફેબ્રુઆરી, 2023 સુધી સૂચિત કરવામાં આવ્યું હતું તે હવે 18મી ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવ્યું છે.
ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
WhatsApp Headline – આનંદો.. પશ્ચિમ રેલવેની આ ટ્રેનોના પ્રાયોગિક સ્ટોપેજનું આટલા સમયગાળા માટે કરવામાં આવ્યું વિસ્તરણ.. મુસાફરોને થશે ફાયદો
Join Our WhatsApp Community