News Continuous Bureau | Mumbai
ઓગસ્ટ (August) મહિનાની શરૂઆત થઈ ચુકી છે અને આ મહિનો કેન્દ્રની મોદી સરકાર(Modi govt) માટે ૫ ગુડ ન્યૂઝ લઈને આવ્યો છે. જે દુનિયામાં વધતા ખતરા વચ્ચે ભારતીય ઇકોનોમી(Indian economy) દમદાર હોવાનો પૂરાવો આપી રહ્યાં છે. તેમાં ૫જી સ્પેક્ટ્રમની(5g spectrum) હરાજીથી લઈને જીએસટી કલેક્શન(GST) સામેલ છે.
– દેશમાં 5જી સ્પેક્ટ્રમ(5G spactrum)ની હરાજી સોમવારે સમાપ્ત થઈ ગઈ છે. તેના દ્વારા સરકારને ૧.૫ લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ મળી છે. ૨૬ જુલાઈથી હરાજીની શરૂઆત થઈ હતી. 5જીની રેસમાં સૌથી આગળ ૮૮,૦૭૮ કરોડ રૂપિયા ખર્ચ કરી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો(Reliance Jio) રહી. બીજા નંબર પર ભારતી એરટેલે(Bharti Airtel) ૪૩૦૮૪ કરોડ રૂપિયા, ત્રીજા નંબર પર ૧૮૭૯૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને વોડાફોન-આઈડિયા(Vodaphone-Idea) રહી છે.
– સરકાર માટે બીજા સારા સમાચારની વાત કરીએ તો તે ઈનકમ ટેક્સ રિટર્ન(ITR)થી સંબંધિત છે. પાછલા વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ ઘણીવાર વધારવામાં આવી હતી અને ૩૧ ડિસેમ્બર સુધી લોકોને તક આપવામાં આવી હતી. આ તારીખમાં કુલ ૫.૮૯ કરોડ રિટર્ન (retrun) ભરવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે લાસ્ટ ડેટ વધાર્યા વગર ૫.૮૩ કરોડ આઈટીઆર ફાઈલ(ITR file) થયા છે. ખાસ વાત રહી કે રિટર્ન ભરવાની અંતિમ તારીખ પર એક દિવસમાં ૭૨.૪ લાખ આવકવેરા રિટર્ન ફાઈલ થયા.
– વસ્તુ તથા સેવા કર કલેક્શન(GST collection) ના જુલાઈ મહિનાના આંકડા સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. જુલાઈમાં જીએસટી કલેક્શન પાછલા વર્ષના સમાન સમયગાળાના મુકાબલે ૨૮ ટકા વધ્યું છે. પાછલા મહિને જીએસટી કલેક્શનથી સરકારના ખજાનામાં ૧,૪૮,૯૯૫ કરોડ રૂપિયા આવ્યા. જુલાઈ ૨૦૨૧માં જીએસટી કલેક્શન ૧,૧૬,૩૯૩ કરોડ રૂપિયા રહ્યું હતું. જૂન ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧,૪૪,૬૧૬ કરોડ રૂપિયા રહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : સ્મૃતિ ઈરાની એ મોદી સરકારના મંત્રીને સ્કુટી પર લિફ્ટ આપી અને સંસદ ભવન પહોંચ્યા- જુઓ વિડિયો
– ચોથા ગુડ ન્યૂઝની વાત કરીએ તો ભારતમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ જુલાઈમાં ૮ મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ. ઓગસ્ટના પ્રથમ દિવસે જારી સર્વેક્ષણ અનુસાર કારોબારી ઓર્ડરમાં આવેલી તેજીની અસર પીએમઆઈ પર પડી છે. વિનિર્માણ ખરીદ મેનેજમેન્ટ સૂચકાંક જૂનમાં ૫૩.૯થી વધી જુલાઈમાં ૫૬.૪ થઈ ગયો. આ સૂચકાંકનું ૫૦થી ઉપર રહેવું સંબંધિત ક્ષેત્રમાં વિસ્તાર દર્શાવે છે. જ્યારે ૫૦થી નીચે મંદીનો સંકેત છે.
– પાંચમી ગુડ ન્યૂઝ સરકારને ખૂબ રાહત આપનારી છે. હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરના મુકાબલે સતત તૂટી રહેલા ભારતીય રૂપિયા પર બ્રેક લાગી છે. પાછલા કારોબારી દિવસે રૂપિયો ૨૩ પૈસાની તેજીની સાથે ૭૯.૦૬ પર બંધ થયો હતો. આ સાથે છેલ્લા ત્રણ સપ્તાહથી ભારતીય શેરબજારમાં તેજી દેશની ઇકોનોમી માટે સારા સમાચાર છે.