News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત મુઘલ ગાર્ડનનું ( Mughal Gardens ) નામ હવે બદલાઈ ગયું છે. તે હવે અમૃત ઉદ્યાનના ( Amrit Udyan ) નામથી ઓળખાશે. આ બગીચાની વિશેષતા એ છે કે તેમાં વિવિધ જાતના ફૂલો અને છોડ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાર્ડન 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી ખોલવામાં આવશે. ગાર્ડન ખુલવાનો સમય સવારે 10થી સાંજનાં 4 સુધીનો રહેશે. 28 માર્ચનાં ખેડૂતો માટે, 29નાં દિવ્યાંગો માટે અને 30નાં પોલીસ અને સેના માટે ઉદ્યાન ખુલુ રહેશે. આ ગાર્ડન માં 138 પ્રકારના ગુલાબ, 70 પ્રકારના 5 હજાર મોસમી ફૂલો, 10 હજાર જેટલા ટ્યૂલિપ્સ છે. આ બગીચો 15 એકરમાં ફેલાયેલો છે.
આ સમાચાર પણ વાંચો: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તાજી કરી જૂની યાદો.. શેર કર્યો એ એ 1995નો કિસ્સો, જયારે ધીરુભાઈ અંબાણીએ કહ્યું હતું કે સરકારની શું ઔકાત છે.. ?
બાયો ડાયવર્સિટી પાર્ક, મ્યુઝિકલ ફાઉન્ટેન, સનકેન ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, ન્યુટ્રીશનલ ગાર્ડન, હર્બલ ગાર્ડન અને બાયો ફ્યુઅલ પાર્ક સહિત આ ગાર્ડન 12 ભાગોમાં વહેંચાયેલું છે. પ્રથમ વખત રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેને સામાન્ય જનતા માટે ખુલ્લો મુક્યો હતો. ત્યારથી દર વર્ષે શિયાળામાં તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે.