Himachal Pradesh Exit Poll 2022: હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે થયેલા મતદાનના મતોની ગણતરી ગુજરાતની સાથે 8 ડિસેમ્બરે થશે. દરમિયાન, એક્ઝિટ પોલના પરિણામોને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ રાજ્યમાં કયા પક્ષની શું હાલત હશે.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર
એક્ઝિટ પોલ પર નજર નાખો તો આ રાજ્યમાં ભાજપનો કોંગ્રેસ સાથે જોરદાર મુકાબલો છે. જો કે, ભાજપ ઓછી બેઠકોથી સત્તામાં પાછી આવે તેમ લાગે છે અને કોંગ્રેસ પાછળ રહેતી જોવા મળી રહી છે.
ઝી ન્યૂઝ એક્ઝિટ પોલ
BARC સાથે મળીને ઝી ન્યૂઝ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ભાજપને 35-40, કોંગ્રેસને 20-25 અને આમ આદમી પાર્ટીને 00-03 બેઠકો મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો: ‘અબકી બાર, ફિર એક બાર ભાજપા કી સરકાર’… તમામ એક્ઝિટ પોલમાં ભાજપનો વિજય નિશ્ચિત…
ટાઈમ્સ નાઉ
ટાઇમ્સ નાઉએ ETG સાથે મળીને હિમાચલ પ્રદેશ ચૂંટણીનો સર્વે કર્યો છે. તેના પરિણામો દર્શાવે છે કે ભાજપને 34-42, કોંગ્રેસને 24-32 અને AAPને 00-00 બેઠકો મળશે. મતલબ કે અહીં ફરી એકવાર કમળ ખીલશે.
ઈન્ડિયા ટીવી
ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં પણ ભાજપને લીડ મળી રહી છે. રાજ્યમાં ભાજપને 35-40, કોંગ્રેસને 26-31 અને AAPને 00 બેઠકો મળશે. ઈન્ડિયા ટીવીએ મેટ્રિસેસ સાથે મળીને આ સર્વે કર્યો છે.
આજ તક
Aaj Tak એ Axis My India સાથે મળીને સર્વે કર્યો છે. તે પ્રમાણે કોંગ્રેસને વધુ સીટો મળશે. તેને 30-40 બેઠકો મળશે, ભાજપને 24-34 બેઠકો મળશે. આમ આદમી પાર્ટીનું ખાતું પણ નહીં ખુલે.
આ સમાચાર પણ વાંચો: આ ટેલિકોમ કંપની ઓફર કરી રહી છે આ પ્લાન્સ સાથે SonyLIV સબસ્ક્રિપ્શન, સંપૂર્ણ હશે ‘ફ્રી’