News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટનું ઉદ્ઘાટન કર્યું હતું. એક્સપ્રેસ વે શરૂ થવાથી દિલ્હીથી જયપુર સુધીનો મુસાફરીનો સમય 5 કલાકથી ઘટીને લગભગ 3.5 કલાક થવાની ધારણા છે.
12 કલાકમાં મુંબઈ પહોંચી શકશે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 1,386 કિમીની લંબાઈ સાથે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે. તે દિલ્હી અને મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર 1,424 કિલોમીટરથી 12 ટકા ઘટાડીને 1,242 કિલોમીટર કરશે. આનાથી બે મહાનગરો વચ્ચેનો મુસાફરીનો સમય 50 ટકા ઘટશે. હાલમાં દિલ્હીથી મુંબઈની મુસાફરીમાં 24 કલાકનો સમય લાગે છે, પરંતુ આ એક્સપ્રેસ વે ખુલ્યા બાદ તેને પૂર્ણ થવામાં લગભગ 12 કલાકનો સમય લાગશે.
देश की प्रगति को गति देगा दिल्ली-मुंबई एक्सप्रेस-वे!#BuildingTheNation #Delhi_Mumbai_Expressway #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/oaeYghCRg1
— Nitin Gadkari (@nitin_gadkari) February 11, 2023
આ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે છે. એક્સપ્રેસ વે 93 PM ગતિ શક્તિ ટર્મિનલ, 13 બંદરો, આઠ મોટા એરપોર્ટ અને આઠ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (MMLP) તેમજ આગામી ગ્રીનફિલ્ડ એરપોર્ટ જેવા કે જેવર એરપોર્ટ, નવી મુંબઈ એરપોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટને પણ જોડશે. આ રીતે તે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મુંબઈ વચ્ચે કનેક્ટિવિટી વધારશે.
આ સમાચાર પણ વાંચો : ખૂબ જ કામનુ / નવવિવાહિત યુગલોને મળી રહ્યાં છે 2.5 લાખ રૂપિયા, આવી રીતે તાત્કાલિક કરો અરજી
એક્સપ્રેસ વે છ રાજ્યોને જોડશે
આ એક્સપ્રેસ વે છ રાજ્યો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે. પીએમઓએ કહ્યું કે તે તમામ અડીને આવેલા પ્રદેશોના વિકાસના માર્ગ પર ઉત્પ્રેરક અસર કરશે અને આ રીતે દેશના આર્થિક પરિવર્તનમાં મોટો ફાળો આપશે.
Join Our WhatsApp Community