જાણીતા લેખક જાવેદ અખ્તર ( Javed Akhtar ) પોતાના નિવેદનોને કારણે અનેક વખત વિવાદમાં રહે છે. હાલ તેમણે દિલ્હી ખાતે એક જાણીતા મીડિયા હાઉસને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ભારત દેશમાં કોમન સિવિલ કોડ ( common civil code ) ની જરૂર જ છે. પરંતુ આ કોમન સિવિલ કોડ સંદર્ભે ગેરસમજ રાખવાની જરૂર નથી. કોમન સિવિલ કોડ એવી વસ્તુ હોવી જોઈએ જેને કારણે સ્ત્રી અને પુરુષને એક સમાન અધિકાર મળે. જો ( Islam ) પુરુષ ચાર લગ્ન ( marriage ) કરી શકે તો સ્ત્રીને પણ હક હોવો જોઇએ કે તે ચાર પતિ રાખી શકે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સત્તાધીશો આવશે અને જશે પરંતુ દેશ ત્યાંનો ત્યાં જ રહેશે. આ કારણથી આ દેશમાં સમાન કાયદાની તાતી જરૂર છે.
આ સમાચાર પણ વાંચો: Love triangle : કાંદીવલી ની એન્જિનિયર એવી બે જોડકા બહેનોએ એક જ છોકરા સાથે લગ્ન કરી લીધા. પોલીસે ફરિયાદ લખી. વીડિયો થયો વાયરલ….
Join Our WhatsApp Community