ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૩ ઑક્ટોબર, 2021
શનિવાર
કો૨ોનાને કા૨ણે માનવજીવન પ૨ ઊંડી અસ૨ો જોવા મળી છે.
એક આંતરરાષ્ટ્રીય સંશોધન મુજબ, કોવિડને કારણે ભારતીયોના સરેરાશ આયુષ્યમાં બે વર્ષનો ઘટાડો થયો છે.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન સ્ટડીઝ (IIPS) રિપોર્ટ અનુસાર, 2019માં ભારતીય પુરુષોનું આયુષ્ય 69.5 વર્ષ હતું જે 2020માં ઘટીને 67.5 વર્ષ થયું છે.
ભારતીય સ્ત્રીઓનું જીવન 2019માં અપેક્ષા 72 વર્ષની હતી જે હવે ઘટીને 69.8 વર્ષની થઈ ગઈ છે.
IIPS આસિસ્ટન્ટ પ્રોફેસર સૂર્યકાંત યાદવે કરેલ આ સ્ટડી રિપોર્ટ 'BMC પબ્લિક જર્નલમાં' પ્રકાશિત થયેલ છે.
ઉલેખનીય છે કે દાયકાઓનાં સૌથી મોટી મહામા૨ી એવા કો૨ોનાને કા૨ણે વિશ્વભ૨ના લોકોના જીવનમાં ખૂબ મોટા પ્રમાણમાં પરીવર્તનો સ્થાન પામ્યા છે.
ભારત અને પાકિસ્તાનના આ ખેલાડીઓની પત્ની અને બાળકોએ બાયો બબલમાં કર્યો પ્રવેશ; જાણો શું છે બાયો બબલ