ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
આવતી કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) T20 વિશ્વ કપ 2021ની મૅચ રમાશે, ત્યારે ભારતીય ટેનિસ સ્ટાર અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝાએ તેના પતિ સાથે બાયો બબલમાં પ્રવેશ કર્યો છે. આ સ્ટાર કપલનો દીકરો ઇઝહાન મિર્ઝા મલિક પણ તેમની સાથે છે. આ પહેલાં સાનિયા મિર્ઝાએ એક ટેનિસ મૅચની શાંત મુદ્રાવાળી તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે બાયો બબલમાં પ્રવેશ કરવા જઈ રહી છું. એના માટે ગત બે દિવસથી કરંટ થવાનો પ્રયત્ન કરી રહી છું.
પાકિસ્તાન એની પહેલી મૅચ રવિવારે ૨૪મી ઑક્ટોબરના રોજ ભારત સામે રમશે. સાનિયા મિર્ઝાએ આ પહેલાં એક રીલ બનાવી હતી, જેમાં તેણે કહ્યું હતું કે નફરત અને ગાળોથી બચવા માટે ભારત-પાકિસ્તાન મૅચના દિવસે તે સોશિયલ મીડિયાથી ગાયબ થઈ જશે. ભારતીય ટીમના ખેલાડી વિરાટ કોહલીની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા પણ તેની દીકરી સાથે આ ઇવેન્ટમાં સામેલ થઈ છે. આ કપલ સમય-સમય પર બાયો બબલમાં એકસાથે તેમની તસવીરો શૅર કરતું રહે છે. વિરાટ કોહલી ઉપરાંત અન્ય ઘણા ક્રિકેટરોની પત્ની અને બાળકો બાયો બબલનો હિસ્સો બની ચૂક્યાં છે.
મુંબઈ શહેરમાં ગટરનાં ઢાંકણાચોરોનો હાહાકાર, આ વિસ્તારમાં બધી ગટરો ખુલ્લી, સંભાળીને ચાલજો; જાણો વિગત
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે યુનાઇટેડ અરબ એમિરેટ્સ (UAE) અને ઓમાનમાં યોજાયેલા વિશ્વકપ દરમિયાન ક્રિકેટરોના પરિવારોને બાયો બબલમાં ક્રિકેટરો સાથે રહેવાની પરવાનગી આપી છે. આ પહેલા UAEમાં IPL દરમિયાન ક્રિકેટરોના પરિવારના સદસ્યો સાથે ઉજાણી પણ કરી હતી. એમાં કેટલાક ક્રિકેટરો પોતાની ગર્લફ્રેન્ડ સાથે દેખાયા હતા.
બાયો બબલ એક સુરક્ષિત વાતાવરણ છે. અહીં પ્રવેશનારને બહારની દુનિયા સાથે એકદમ સંપર્ક તોડી નાખવો પડે છે. બબલમાં સમાવિષ્ટ લોકોને માત્ર મેદાન અને હૉટેલમાં પ્રવેશની મંજૂરી છે. ફક્ત બબલની અંદરના લોકો જ તેમને મળી શકે છે. ચાહકોને ટૂર્નામેન્ટ દરમિયાન મિત્રો અને સંબંધીઓને મળવા દેવામાં આવશે નહીં. જો કોઈ ખેલાડી બાયો બબલની બહાર જાય છે, તો તે કેટલીક મૅચો માટે પ્રતિબંધિત થઈ શકે છે. ખેલાડીની સાથે આવેલા પરિવારજનોએ પણ એનું પાલન કરવું પડે છે.