News Continuous Bureau | Mumbai
વન રેન્ક-વન પેન્શનને લઈને સુપ્રીમ કોર્ટે સોમવારે રક્ષા મંત્રાલયને ઠપકો પાયો હતો. કોર્ટે પેન્શનની બાકી ચૂકવણી અંગે રક્ષા મંત્રાલયને 20 જાન્યુઆરીએ આપવામાં આવેલા પત્ર માટે ઠપકો આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી, તેમણે રક્ષા મંત્રાલયના સચિવ દ્વારા જારી કરાયેલા પત્ર પર વાંધો વ્યક્ત કરતા તેમને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા એક વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ચીફ જસ્ટિસની બેંચ કરી રહી છે સુનાવણી
કોર્ટે ચેતવણીના સ્વરમાં કહ્યું, “તમે સચિવને કહી દો કે અમે તેમના દ્વારા 20 જાન્યુઆરીએ દાખલ કરાયેલા પત્ર સામે પગલાં લેવા જઈ રહ્યા છીએ. તમે કાં તો આ પત્ર પાછો ખેંચી લો અથવા અમે રક્ષા મંત્રાલયને અવમાનનાની નોટિસ મોકલીશું.” આ મામલાની સુનાવણી કરનાર બેંચમાં ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાનો સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : Nokia G22: બજેટ સ્માર્ટફોન લોન્ચ, 5050mAh પાવરફુલ બેટરી સાથે મળશે બેસ્ટ ફીચર્સ
તમને જણાવી દઈએ કે 20 જાન્યુઆરીએ એક નોટિફિકેશન બહાર પાડતા રક્ષા સચિવે કહ્યું હતું કે તેઓ વન રેન્ક-વન પેન્શન હેઠળ ચાર હપ્તામાં પેન્શન આપશે. અગાઉ, 9 જાન્યુઆરીએ એક અરજી પર સુનાવણી કરતી વખતે, કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે 15 માર્ચ સુધીમાં તમામ બાકી ચૂકવણી કરવી જોઈએ. આ સાથે, તમામ પેન્શનરોને માત્ર ઉપાર્જિત રકમ ચૂકવવા સૂચના આપવામાં આવી હતી.
Join Our WhatsApp Community