News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનની સેનાએ બન્નુમાં સૈન્ય અધિકારીઓને મુક્ત કરવા માટે સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. પાકિસ્તાની સેના ખૈબર પખ્તુનખ્વા સ્થિત બન્નુ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરમાં હુમલો કરી રહી છે. અહીં ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. પાકિસ્તાનની સેનાએ ટીટીપી (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન)ના કબજામાંથી તેના અધિકારીઓને છોડાવવા માટે 2 દિવસ સુધી વાટાઘાટો કરી, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. હવે પાકિસ્તાને તેના સૈન્ય અધિકારીઓને TTPની કેદમાંથી મુક્ત કરાવવા માટે બન્નુના કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે.
TTP આતંકવાદીએ AK-47 છીનવીને ફેરવી નાખી બાજી
જણાવી દઈએ કે બન્નુમાં આ સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે પાકિસ્તાનના કાઉન્ટર ટેરરિઝમ વિભાગના અધિકારીઓ રવિવારે TTP કાર્યકરની પૂછપરછ કરી રહ્યા હતા. આ પૂછપરછ બન્નુ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારબાદ ટીટીપીના આ સભ્યએ તેના પૂછપરછ કરનારાઓ પર હુમલો કર્યો અને એકે-47 છીનવીને ગોળીબાર શરૂ કર્યો.
આ સમાચાર પણ વાંચો: ના હોય.. નોટબંધીના છ વર્ષ પછી પણ દેશમાં આટલા ટકા ચલણી વધ્યો નોટોનો વપરાશ.
ટીટીપીના આ સભ્યએ આ હથિયારના આધારે ઘણા આતંકવાદીઓને છોડાવ્યા હતા અને પછી આ ટીટીપીના કાર્યકરોએ આખા કમ્પાઉન્ડ પર કબજો કરી લીધો હતો. ટીટીપીના આતંકીઓએ ઘણા સેના અને પોલીસ અધિકારીઓને પણ બંધક બનાવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાન પોલીસના કેટલાક અધિકારીઓ પણ માર્યા ગયા છે.
બંધકોને છોડાવવામાં પાકિસ્તાનને પડ્યો ભારે ફટકો
ટીટીપી સાથેના પાસ પલટાયા બાદ પાકિસ્તાન તેના અધિકારીઓને મુક્ત કરાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આ માટે પાકિસ્તાને TTP વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવી પડી રહી છે. પાકિસ્તાનમાં ટીવી પર ચાલી રહેલી તસ્વીરોમાં બન્નુના સીટીડી સેન્ટરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. બંધકો અથવા તાલિબાનીઓનું શું થયું તે તાત્કાલિક સ્પષ્ટ થઈ રહ્યું નથી. સ્થળ પર સતત ગોળીબાર થઈ રહ્યો છે અને વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. આ હુમલામાં બંને તરફથી જાનહાનિ થવાની આશંકા છે.
તમામ આતંકવાદીઓને મારી દીધા હોવાનો પાકિસ્તાનનો દાવો
તાજેતરની માહિતી અનુસાર, પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ સર્વિસ ગ્રુપે બન્નૂ ખાતેના કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર પર એટેક કર્યો. પાક સેનાનો દાવો છે કે ઓપરેશનમાં ટીટીપીના તમામ સભ્યો માર્યા ગયા છે. આ ઓપરેશનમાં એક મેજર સહિત સ્પેશિયલ ફોર્સના 9 જવાનો ઘાયલ થયા છે. તેઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાના જવાનો સમગ્ર વિસ્તારની તલાશી લઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Bullet train News : બુલેટ ટ્રેન માટે 98% જમીનનું અધિગ્રહણ થઈ ગયું. હવે ઝપાટાભેર કામ આગળ વધશે.
દરમિયાન, બન્નુમાં મંગળવારે પરિસ્થિતિ તંગ રહી હતી કારણ કે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સીટીડી સંકુલને ચારેય દિશામાંથી ઘેરી લીધું હતું અને રહેવાસીઓને ઘરની અંદર રહેવા કહ્યું હતું. બન્નુમાં ટીટીપીના કેટલાક આતંકવાદીઓ સામે પાકિસ્તાન એટલું બિનઅસરકારક છે કે બન્નુ જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો ઓપરેશનને અંજામ આપવા માટે બંધ રાખવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે કેન્ટોનમેન્ટ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં મોબાઈલ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાને ટીટીપી સાથે 48 કલાકથી વધુ સમય સુધી વાત કરી અને સૈન્ય અધિકારીઓને મુક્ત કરવા કહ્યું. પરંતુ ટીટીપીના અધિકારીઓ આ માટે રાજી ન થતાં પાકિસ્તાને આ પગલું ભર્યું છે.
ઉલ્લેખનીય છે કે, બન્નુના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. આ વીડિયોમાં ટીટીપીના બંધકો બન્નુના ઉલેમાના હસ્તક્ષેપ અને બંધક સંકટના ઉકેલની માંગ કરી રહ્યા છે. એક વીડિયોમાં ક્લિપમાં, એક બંધકે પોતાને ‘નિર્દોષ’ જાહેર કર્યો અને કહ્યું કે TTP દ્વારા બંધક બનાવવામાં આવેલા અધિકારીઓની સાથે, ઘણા નિર્દોષ લોકો પણ કમ્પાઉન્ડની અંદર હાજર છે.
TTPની શું માંગ છે
આ ટીટીપી સભ્યોની માંગ છે કે પાકિસ્તાને ટીટીપીના કેદીઓને અફઘાનિસ્તાનમાં મોકલવા માટે સલામત માર્ગ પૂરો પાડવો. ટીટીપીના પ્રવક્તા, મુહમ્મદ ખુરાસાનીએ સોમવારે જણાવ્યું હતું કે સુરક્ષા અધિકારીઓ દ્વારા તેમના કેદીઓ સાથે અમાનવીય વર્તનના અહેવાલોને પગલે તેઓએ સીટીડી પોલીસ સ્ટેશનમાં આ સેન્ટરને કબજામાં લીધું હતું.
નોંધપાત્ર વાત એ છે કે, 2007માં ઘણા આતંકી સંગઠનો એક સાથે આવ્યા અને ટીટીપીની રચના કરી. પાકિસ્તાનમાં ભયાનક હુમલાઓ કરવા માટે કુખ્યાત સંગઠને ગયા મહિને પાકિસ્તાન સરકાર સાથે યુદ્ધવિરામ રદ કર્યો હતો અને તેના સભ્યોને દેશભરમાં આતંકવાદી હુમલાઓ કરવાનો આદેશ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: રિષભ પંતના ઘરનો રસ્તો થાંભલાઓ મુકી રોકવામાં આવ્યો….જાણો શું છે સમગ્ર મામલો