News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે વહેલી સવારે નિધન થયું છે. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થઈ રહ્યા છે. તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યા નીકળી છે અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે. મોદી પણ વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતા હીરાબા મોદીનાં અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. માતાના નિધનથી થયેલું દુઃખ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતું હતું. જોકે માતાના વિયોગમાં રડતા હૃદય પણ ચહેરા પર મક્કમ મનોબળ સાથે પીએમ મોદીએ હીરાબાના પાર્થિવ દેહને નમસ્કાર કરીને કાંધ આપી. જુઓ વિડીયો..
#PMમોદીનાં માતા #હીરાબા દેવલોક પામ્યા, રડતા હૃદય અને મક્કમ મનોબળ સાથે PM મોદીએ હીરાબાને આપી #કાંધ#PMModiMother #HeerabenModi #PMModi #newscontinuous pic.twitter.com/3J7qWhdX9V
— news continuous (@NewsContinuous) December 30, 2022
આ સમાચાર પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું ૧૦૦ વર્ષની વયે નિધન, વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ…
Join Our WhatsApp Community