News Continuous Bureau | Mumbai
ભાઈ-બહેન ( Sibling Bond ) વચ્ચેના અતૂટ પ્રેમનું બંધન આખી દુનિયામાં જોવા મળે છે. ઘણીવાર ભાઈઓ તેમની બહેનોની સંભાળ લેતા જોવા મળે છે. તે જ સમયે, તેમની વચ્ચે ઘણા પ્રસંગોએ પ્રેમભર્યા વિવાદો પણ જોવા મળે છે. જે ઘરની સાથે બધાને પસંદ આવે છે. બીજી તરફ, જ્યારે ભાઈ-બહેનની કેટલીક હૃદયસ્પર્શી ક્ષણો સોશિયલ મીડિયા પર સામે આવે છે, ત્યારે તે વાયરલ થવા લાગે છે.
ભાઈની બેની લાડકી! ભારત જોડો યાત્રા દરમિયાન મંચ પર બહેન પ્રિયંકા પર રાહુલ ગાંધીએ વરસાવ્યો વ્હાલ.. જુઓ વિડીયો#congress #rahulgandhi #priyankagandhi #BharatJodoYatra #bonding #sibling #newscontinuous pic.twitter.com/6P7h3RNsP9
— news continuous (@NewsContinuous) January 5, 2023
દરમિયાન ભારત જોડો યાત્રામાં ભાઈ-બહેનનું પ્રેમ ભરેલું બોન્ડિગ પણ જોવા મળ્યુ હતુ. એક સ્ટેજ પર રાહુલ ગાંધી ( Rahul and Priyanka Gandhi ) પોતાની બહેનને કાનમાં કંઈક કહી રહ્યા છે, આ દરમિયાન તેઓ વ્હાલથી બેનીના ગાલ પર વ્હાલ વરસાવે છે, જેવી રીતે કોઈ વડીલ પોતાના બાળકને પ્રેમથી સહેલાવતું હોય. ભાઈ-બહેનનો આ પ્રેમ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ બંને ભાઈ-બહેનના આ પ્રેમને પોતાની દુઆ આપતા પણ દેખાઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈના પ્રવાસે, CM યોગીએ એકનાથ શિંદેની આ માંગણીને કરી મંજૂર
Join Our WhatsApp Community