દેશના કેટલાક ભાગોમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. એક તરફ ઠંડી પડી રહી છે તો બીજી તરફ વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે ચક્રવાતી તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન થવાની સંભાવના છે. આ વાવાઝોડાને કારણે તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશ સહિત દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં 8 ડિસેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે.
માછીમારોને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગે આ અંગે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વરસાદની સાથે સાથે જોરદાર પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આ ઉપરાંત માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: ‘અબકી બાર, ફિર એક બાર ભાજપા કી સરકાર’… તમામ એક્ઝિટ પોલમાં ભાજપનો વિજય નિશ્ચિત…
NDRFની 6 ટીમો તૈનાત
હવામાન વિભાગનું એલર્ટ જારી કરવાની સાથે વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. ચક્રવાતી તોફાનને લઈને NDRF અરક્કોનમની 6 ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFની ટીમો નાગાપટ્ટિનમ, તંજાવુર, તિરુવરુર, કુડ્ડલોર, માયલાદુથુરાઈ અને ચેન્નાઈ ખાતે તૈનાત કરવામાં આવી છે. આ સાથે વહીવટીતંત્ર દ્વારા અન્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે.