26 જાન્યુઆરીએ એટલે કે પ્રજાસત્તાક દિવસના અવસરે રાજપથ પર ભારતના ઘણા રાજ્યોની ઝાંખી કાઢવામાં આવે છે. આ વર્ષે 2023, ભારત 47મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. વર્ષ 1950માં ભારતના બંધારણના અમલીકરણની યાદમાં ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. ગયા વર્ષે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખવામાં આવ્યું હતું. આજે અમે તમને ગણતંત્ર દિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશું. જે તમે કદાચ જાણતા હશો..
પ્રજાસત્તાક દિવસની પરેડમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને દેશની અન્ય મોટી હસ્તીઓ ભાગ લે છે. આમાં અન્ય ઘણા દેશોના નેતાઓને પણ બોલાવવામાં આવે છે. અહીં ભારે ભીડ જોવા મળે છે.
પ્રજાસત્તાક દિવસની પરેડની શરૂઆત વર્ષ 1950માં બંધારણના અમલ સાથે થઈ હતી. શરૂઆતમાં આ પરેડ ઈરવી સ્ટેડિયમ, કિંગ્સવે, લાલ કિલ્લો અને રામલીલા મેદાનમાં યોજાઈ હતી.
પ્રજાસત્તાક દિવસની પરેડ રાષ્ટ્રપતિના આગમન સાથે શરૂ થાય છે. રાષ્ટ્રપતિ અહીં ત્રિરંગો ફરકાવે છે. ત્યાં હાજર તમામ લોકો ત્રિરંગાને સલામી આપે છે.આ દરમિયાન 21 તોપોની સલામી પણ આપવામાં આવે છે. વાસ્તવમાં 7 તોપોમાંથી 3-3 રાઉન્ડ ફાયર કરવામાં આવે છે. આ તોપો 1941માં બનાવવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Republic Day : શા માટે 26 જાન્યુઆરીએ જ ઉજવવામાં આવે છે ગણતંત્ર દિવસ, જાણો આ ખાસ દિવસ વિશેની 10 રસપ્રદ વાતો
વર્ષ 1955માં રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડ શરૂ થઈ હતી. તે સમયે રાજપથનું નામ ‘કિંગ્સવે’ હતું. પીએમ મોદીએ ગયા વર્ષે 8 સપ્ટેમ્બરે કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી તેનું નામ બદલાઈ ગયું છે.
દર વર્ષે ભારત સરકાર એક અથવા બીજા દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને અતિથિ તરીકે આમંત્રિત કરે છે. સૌપ્રથમ ગણતંત્ર દિવસ નિમિત્તે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ડૉ.સુકર્નો વિશેષ અતિથિ બન્યા હતા.
આ દિવસે કર્તવ્યપથ પર ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સ પોતાની તાકાતનું પ્રદર્શન કરે છે. આ વખતે સ્વદેશી નાગ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ પણ ખાસ આકર્ષણ જમાવશે. નાગને અમેરિકાની જેવલીન અને ઈઝરાયલની સ્પાઈક એન્ટી ટેન્ક મિસાઈલની સમકક્ષ માનવામાં આવી છે. નાગ મિસાઈલના તમામ પરીક્ષણ પૂરા થઈ ગયા છે. અને હવે તે ભારતીય સેનાને મળવાની તૈયારીમાં છે.
આ સમાચાર પણ વાંચો: Glowing Skin Tips: ઓલિવ તેલના 2 ટીપા ચહેરા પર અજાયબીઓનું કામ કરે છે, આ રેસીપી અજમાવો અને કોરિયન ગ્લો મેળવો
Join Our WhatsApp Community