News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM ) અને 2002ના ગુજરાત રમખાણો પર બનેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રીનો વિવાદ હવે બ્રિટિશ સંસદ સુધી પહોંચ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે પાકિસ્તાની મૂળના સાંસદ ઈમરાન હુસૈને ( Pak-origin UK MP ) સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો જેના પગલે યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે તેમના સમકક્ષ નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો હતો. ભારતીય પીએમ મોદીના સમર્થનમાં બોલતા બ્રિટિશ પીએમ ઋષિ સુનકે ( Rishi Sunak ) કહ્યું કે તેઓ આ ડોક્યુમેન્ટ્રીમાં ( BBC documentary ) તેમના પાત્રાલેખન સાથે સહમત નથી. આ મુદ્દા પર પોતાની વાત રાખતા સુનકે કહ્યું કે આ મામલે યુકે સરકારની સ્થિતિ સ્પષ્ટ છે, લાંબા સમયથી જે સ્ટેન્ડ છે તેમાં કોઈ ફેરફાર થયો નથી. સુનકે વધુમાં કહ્યું કે અલબત્ત અમે ઉત્પીડન સહન કરતા નથી, તે ગમે ત્યાં હોય, પરંતુ હું નરેન્દ્ર મોદી વિશે જે પાત્રાલેખન રજૂ કરવામાં આવ્યું છે તેની સાથે બિલકુલ સંમત નથી.’
જુઓ વિડીયો
I honour & respect the clarity of thinking of our PM @RishiSunak & his swift response to the characterisation of Sri @narendramodi ji done in the parliament. #DefundtheBBC @VDoraiswami @reachind_uk @amarprasadreddy @KirenRijiju pic.twitter.com/JXpht87VDw
— Gayatri 🇬🇧🇮🇳(BharatKiBeti) (@changu311) January 18, 2023
આ સમાચાર પણ વાંચો: શું તમે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને સ્ટેજ પર ડાન્સ કરતા જોયા છે? દીકરા અનંતની સગાઈ પ્રસંગે જૂમી ઉઠ્યો આખો પરિવાર. જુઓ વિડિયો.
બીબીસી એક બ્રિટિશ સંસ્થાએ 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળને નિશાન બનાવતી 2 ભાગોમાં શ્રેણી દર્શાવી હતી. જેના કારણે બ્રિટનમાં ભારતીય ડાયસ્પોરા દ્વારા ઘણી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ ડોક્યુમેન્ટ્રીને પસંદગીના પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી હતી. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકોએ આ ડોક્યુમેન્ટરીની નિંદા કરી હતી, જ્યારે બ્રિટિશ મૂળના લોર્ડ રામી રેન્જરે કહ્યું હતું કે બીબીસીના કારણે એક અબજથી વધુ ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
સરકારે ડોક્યુમેન્ટ્રીને પ્રચારનો એક ભાગ ગણાવ્યો
તાજેતરમાં, વિદેશ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસી દ્વારા બહાર પાડવામાં આવેલી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે અમને લાગે છે કે આ એક પ્રચારનો ભાગ છે. જેમાં સત્ય નથી. તેમણે કહ્યું કે ભારતમાં તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે આ ફિલ્મ અથવા દસ્તાવેજી એ એજન્સી/વ્યક્તિઓનું પ્રતિબિંબ છે જેઓ આ વાર્તાને ફરીથી ફેલાવી રહ્યા છે. આનાથી આપણે આ કવાયતના હેતુ અને તેની પાછળના એજન્ડા વિશે વિચારીએ છીએ