રેલવે મુસાફરોને સારી સુવિધા આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ વર્ષના બજેટમાં પણ ખાસ કાળજી રાખવામાં આવી છે. વંદે ભારતની ઝડપી અને આરામદાયક મુસાફરીને કારણે મુસાફરોને એક અલગ જ અનુભવ થયો. તેને જોતા હવે રેલવે લાંબા અંતરના વંદે ભારતને વંદે ભારત સ્લીપર બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
વાસ્તવમાં વંદે ભારતમાં ચેર કારની વ્યવસ્થા છે. આવી સ્થિતિમાં, મુસાફરોના વલણને જોતા, રેલ્વેએ એક સર્વે કર્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે લાંબા રૂટ એટલે કે 4 થી 5 કલાકથી વધુની મુસાફરીમાં, રેલ્વે મુસાફરોને સ્લીપરમાં વધુ આરામ અને સુવિધા મળશે. રેલવે બોર્ડે એવા રૂટ પર સર્વે કર્યો હતો જ્યાં મુસાફરોની સંખ્યા વધુ છે અને તે રૂટ કમાણીની દૃષ્ટિએ પણ મહત્ત્વના છે. આવી સ્થિતિમાં, જે મુસાફરો વધુ ઝડપે મુસાફરીનો આનંદ માણે છે તેઓ હવે વધુ આરામથી મુસાફરી કરી શકશે.
આ સમાચાર પણ વાંચો : રેલવેની પહેલી ટ્રેન, પહેલું સ્ટેશન, પહેલો ટ્રેક… આ ઈતિહાસ જોઈને તમને આશ્ચર્ય થશે
વંદે ભારતની સાથે રેલ્વે પણ શતાબ્દીમાં ચેર કાર બદલવાનું વિચારી રહી છે, પરંતુ આ માટે તે રૂટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જ્યાં મુસાફરોની સંખ્યા વધુ હશે, તે રૂટ પર જ પહેલો ફેરફાર શરૂ કરવામાં આવશે. રેલવેની મોનિટરિંગ કમિટી પણ આ સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરી રહી છે.