ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુલાઈ 2020
દેશની સરકારી એરલાઇન્સ, એર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ થવું નિશ્ચિત છે. કારણે કે છેલ્લા ઘણા સમયથી આ સરકારી એરલાઇન્સને ખાનગી હાથોમાં આપવાની અટકળો ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં એકમાત્ર ટાટા સમૂહે ઈચ્છા વ્યકત કરી છે. જો કે હાલમાં વિશ્વની અનેક નામાંકિત વિમાનની કંપનીઓ કોવિડ-૧૯ની મહામારીના પગલે સંકટમાં મુકાઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો આ સરકારી એરલાઇન એર ઇન્ડિયાને ટાટા સન્સ ખરીદી શકે છે. કારણ કે ટાટા જૂથ રાષ્ટ્રીય કેરિયર એર ઇન્ડિયા ખરીદવા માટે કતારમાં એકમાત્ર દાવેદાર છે, મીડિયા રિપોર્ટ અનુસાર માત્ર ટાટા ગ્રુપ બોલી માટે આગળ વધી શકે છે. પરંતુ તેની સંયુક્ત સાહસ એરલાઇન સિંગાપોર એરલાઇન્સે કોવિડ-19ની ચિંતાઓના કારણે એર ઇન્ડિયાની બોલીથી જોડાવવાથી ઇન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે બોલીની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે, અને સરકાર પણ આ તારીખ આગળ લંબાવવાની તરફેણમાં નથી. નોંધનીય છે કે એર ઈન્ડિયા કોવિડ -19 પહેલા થી જ ઘણા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહી છે. કોરોના રોગચાળાને કારણે તેની આર્થિક સ્થિતિ વધુ કથળી ગઈ છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
Join Our WhatsApp Community