Sunday, February 5, 2023
Home દેશ ખબરદાર.. જો હવે કોઈ છોકરીને છમ્મક-છલ્લો કે આઈટમ કહીને બોલાવી છે તો, આટલા વર્ષ સુધી ખાવી પડશે જેલની હવા..

ખબરદાર.. જો હવે કોઈ છોકરીને છમ્મક-છલ્લો કે આઈટમ કહીને બોલાવી છે તો, આટલા વર્ષ સુધી ખાવી પડશે જેલની હવા..

ઘણીવાર મહિલાઓને અસામાજિક તત્વો તરફથી છેડતીનો સામનો કરવો પડે છે. ક્યારેક તેમને વિચિત્ર શબ્દો પણ સાંભળવા પડે છે. આમાં અશ્લીલ ટિપ્પણીઓ તેમજ અશ્લીલ હરકતો પણ સામેલ છે. જો કે ઘણી વખત પોલીસ આવા લોકો સાથે કડકાઈથી વ્યવહાર કરે છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ લેતા નથી. નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે NCIB એ ટ્વિટર પર આ વિશે ઘણી માહિતી શેર કરી છે.

by AdminH
Russian YouTubers record stunt video in Mumbais Twin towers arrested

News Continuous Bureau | Mumbai

ઘણીવાર મહિલાઓને ( girls  ) અસામાજિક તત્વો તરફથી છેડતીનો સામનો કરવો પડે છે. ક્યારેક તેમને વિચિત્ર શબ્દો પણ સાંભળવા પડે છે. આમાં અશ્લીલ ટિપ્પણીઓ ( obscene gestures ) તેમજ અશ્લીલ હરકતો પણ સામેલ છે. જો કે ઘણી વખત પોલીસ આવા લોકો સાથે કડકાઈથી  ( jailed  ) વ્યવહાર કરે છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ લેતા નથી. નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે NCIB એ ટ્વિટર પર આ વિશે ઘણી માહિતી શેર કરી છે.

ખરેખર, NCIB એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક ટ્વિટ શેર કર્યું છે. આ ટ્વીટમાં NCIBએ છેડતી સંબંધિત કાયદા અને નિયમો વિશે ઘણી માહિતી આપી છે. ટ્વીટમાં NCIBએ લખ્યું છે કે, ‘જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાને આવારા, , છમ્મક-છલો, આઈટમ, ચૂડેલ, કલમુખી, ચરિત્રહીન જેવા શબ્દોથી સંબોધશે અથવા અશ્લીલ હરકતો કરે છે. તો તેને IPC કલમ 509 હેઠળ, 3 વર્ષ સુધીની કેદ/દંડ અથવા બંને થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો:   ના હોય.. નોટબંધીના છ વર્ષ પછી પણ દેશમાં આટલા ટકા વધ્યો ચલણી નોટોનો વપરાશ. જાણો ચોંકાવનારા આંકડા 

શું છે કલમ 509?

આઈપીસીની કલમ 509 મુજબ, જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાને અશ્લીલ અથવા બદનક્ષીભર્યું કંઈક બતાવે છે અથવા બોલે છે, તો તેની વિરુદ્ધ કલમ 509 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. 3 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે. દંડ અને સજા પણ એક સાથે થઈ શકે છે. જો કે, લોકોને ખબર નથી કે સ્ત્રીને આવારા, છમ્મક-છલ્લો, આઈટમ, ચૂડેલ, કલમુખી, ચરિત્રહીન જેવા શબ્દોથી સંબોધવું પણ તેમના માટે ભારે પડી શકે છે

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous