ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01 માર્ચ 2022
મંગળવાર
આપણો ભારત દેશએ ઉત્સવોનો દેશ છે. ભારતમાં ઉજવાતા મોટાભાગના દરેક તહેવારો પાછળ એક ચોક્કસ આધ્યાત્મિક, નૈતિક તેમજ સામાજિક રહસ્ય છુપાયેલું હોય છે. એટલે દેશમાં ઉજવાતા દરેક ઉત્સવો માનવીમાં એક નવી ચેતના જાગૃત કરે છે. જીવનને આશા–ઉમંગથી ભરી દે છે. વર્ષ દરમિયાન આવતા અનેક ઉત્સવોમાં મહાશિવરાત્રીના પર્વનુ એક આગવું તેમજ ખાસમહત્વ છે. કારણ કે શિવરાત્રી એ દેવાધિદેવ ભગવાન ભોલેનાથના અવતરણનું એટલે કે શિવજયંતિનું પર્વ છે.
મહાશિવરાત્રિ પર ઉપવાસ અને પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. સાથે જ આજના દિવસે ભગવાન શિવને અભિષેક કરવાનું વિશેષ મહત્વ હોય છે. તો ચાલો જાણીએ મહાશિવરાત્રિ પર રાશિ પ્રમાણે શિવલિંગ અભિષેકનું મહત્વ…
મેષ – મેષ રાશિના લોકોએ મહાશિવરાત્રીના પાવન પર્વના વસે શિવલિંગ પર ગાયના ઘી અને મધનો અભિષેક કરવો જોઈએ. આનાથી જીવનની ગુણવત્તા સારી રહેશે.
વૃષભ – વૃષભ રાશિના લોકોએ મહાશિવરાત્રિના દિવસે દૂધ, મધ મિક્સ કરીને શિવની પૂજા કરવી જોઈએ. આ સફળતા તરફ દોરી જશે.
મિથુન – મિથુન રાશિના લોકો લાંબા સમયથી બીમાર હોય તો તેમણે દૂધમાં ભાંગ અને સાકર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી તેમને બીમારીઓથી છુટકારો મળશે.
કર્ક – મહાશિવરાત્રી પર કર્ક રાશિના લોકોએ શિવલિંગ પર ગંગા જળમાં કેસર, દૂધ અને મધ મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ. તેનાથી લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત આવશે.
સિંહ – આ રાશિના લોકોએ કેસમાં વિજય મેળવવા માટે શેરડીનો રસ અને લીંબુ મિશ્રિત શિવને અર્પણ કરવું જોઈએ.
કન્યા – કન્યા રાશિના લોકોએ શિવરાત્રીના દિવસે ઘી, દહીં મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. આનાથી ધન લાભ થશે.
તુલા – મહાશિવરાત્રિના તહેવાર પર તુલા રાશિના લોકોએ પંચામૃતથી શિવની પૂજા કરવી જોઈએ, તેનાથી તેમના અધૂરા કાર્યો પૂર્ણ થશે.
વૃશ્ચિક – વૃશ્ચિક રાશિના લોકોએ આજના દિવસે દૂધ, ગાયનું ઘી, ખાંડ, કેસર મિક્સ કરીને પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે.
આજનો શુભ દિન – શિવ ઉપાસનાનો મહા પર્વ એટલે કે શિવરાત્રી, જાણો ચાર પ્રહરમાં શિવની પૂજા કરવાનું મહત્વ
ધનુ – શિવરાત્રીના શુભ તહેવાર પર ધનુ રાશિના લોકોએ દહીં, મધ મિક્સ કરીને મહાદેવની પૂજા કરવી જોઈએ. તેનાથી સંતાન સુખની પ્રાપ્તિ થશે.
મકર – જો મકર રાશિના લોકોએ વિરોધીને હરાવવા હોય તો શિવરાત્રિના દિવસે દૂધ, ગંગાજળ અને સાકરથી શિવની પૂજા કરવી જોઈએ.
કુંભ – કુંભ રાશિના લોકોએ બાલના રસ અને પાણીથી શિવની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પ્રમોશન અને ધન લાભ થશે.
મીન – જો મીન રાશિના લોકો પોતાનું માન-સન્માન વધારવા માંગતા હોય તો શિવરાત્રિના દિવસે ગંગાજળ, દૂધ અને દહીંથી પૂજા કરો.