News Continuous Bureau | Mumbai
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જ્યારે પણ કોઈ આપણા ઘરે આવે તો તે વ્યક્તિ આપણા ઘરના વખાણ કરે. તેથી જ આપણે બધા આપણા ઘરની સજાવટમાં વિવિધ પ્રકારની વસ્તુઓ, વૃક્ષો અને છોડનો ઉપયોગ કરીએ છીએ. ઘરને સુંદર બનાવવાની સાથે સાથે આ છોડ પર્યાવરણને(environment)શુદ્ધ બનાવવામાં પણ મદદ કરે છે. વાસ્તુશાસ્ત્ર (vastu shastra)અનુસાર કેટલાક છોડ એવા હોય છે જે લોકોના ભાગ્યના તાળા પણ ખોલી દે છે.એવું કહેવાય છે કે આ છોડમાં અદ્ભુત સકારાત્મક ઉર્જા હોય છે કે તે ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે અને તેમાંથી એક છે "મોરપંખી", પરંતુ મોટાભાગના લોકો તેને ‘વિદ્યા’ ના છોડ તરીકે જાણે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ છોડને ઘરમાં લગાવવો પરિવારના સભ્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ, મોરપંખી ના છોડથી શું ફાયદા થાય છે અને તેને રોપવાની કઈ રીતો છે.
1. એવું કહેવાય છે કે જો ઘરમાં મોરપંખી નો છોડ લગાવવામાં આવે તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા(negative vibes) હંમેશ માટે દૂર થઈ જાય છે. પરિવારમાં સદ્ભાવના અને સહકાર જળવાઈ રહે અને પરિવારના સભ્યો વચ્ચે વિખવાદનો અંત આવે.
2. વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરપંખી નો છોડ ઘરમાં આવનારી પરેશાનીઓને (problem)ઘરમાં પ્રવેશવા દેતો નથી અને સાથે જ તે ઘરમાં હંમેશા સુખ-શાંતિ બનાવી રાખે છે અને ઘરના સભ્યોને આર્થિક લાભ આપે છે.
3. જો તમે ઘરમાં મોરપંખી ના છોડ ને વાવવા જઈ રહ્યા છો તો આ છોડને એકલું ન લગાવો તેને જોડીમાં(jodi) લગાવો. આવું કરવાથી દામ્પત્ય જીવન હંમેશા ખુશહાલ રહે છે.
4. મોરપંખીનો છોડ ઘરના કોઈપણ ખૂણામાં ન લગાવતા તેને ઘરના મુખ્ય દ્વાર(main gate) પર લગાવો.
5. મોરપંખી ના છોડને ઘરની ઉત્તર દિશામાં રાખો જેથી તેને સૂર્યપ્રકાશ (sun light)મળતો રહે.
6. કહેવાય છે કે આ છોડ ઘરના સભ્યોને હંમેશા રોગોથી(disease) બચાવે છે.
આ સમાચાર પણ વાંચો : જો તમે પણ ઘરમાં આ વસ્તુઓ ને સંઘરી રાખી છે તો તરત જ કાઢો તેને ઘર ની બહાર- નહિ તો થઇ શકે છે પૈસા ની તંગી