ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
અયોધ્યામાં બાંધવામાં આવી રહેલા રામલલ્લાના મંદિરમાં સીતામાતાની નિશાની પણ રાખવામાં આવવાની છે, જે ખાસ શ્રીલંકાથી લાવવામાં આવી રહી છે. ત્રેતાયુગમાં રાવણની સોનાની નગરીમાં જ્યાં સીતામાતાને રાખવામાં આવ્યાં હતાં, તે અશોક વાટિકામાંથી શિલાઓ લાવવામાં આવવાની છે. આ શીલાઓને અયોધ્યામાં બાંધવામાં આવી રહેલા રામલલ્લાના મંદિરને સમર્પિત કરવામાં આવવાની છે.
શ્રીલંકાના રાજદૂત, નાયબ રાજદૂત સહિત બે પ્રધાનો આજે બપોરના અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ભગવાન રામનાં દર્શન કરશે. આરતીમાં ભાગ લેશે, ત્યાર બાદ ભગવાન રામને આ શિલાઓ સમર્પિત કરશે.
શું તમે એક એવા સમૂહ વિશે જાણો છો, જેમનો દેશની પ્રગતિમાં સિંહફાળો છે; જાણો એ સમૂહ વિશે
અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, ત્યારે શ્રીલંકાથી અશોક વાટિકામાંથી લાવવામાં આવી રહેલી શિલાઓનો ઉપયોગ કરવામાં આવશે એ બાબતે કોઈ સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી. પરંતુ શ્રીલંકા સાથે અયોધ્યાનું આધ્યાત્મિક જોડાણ જરૂરથી થશે એવું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ સીતાહરણ દરમિયાન રાવણે માતા સીતાને અશોક વાટિકામાં રાખ્યાં હતાં. હવે એ જ અશોક વાટિકામાંથી શિલાઓ લાવવામાં આવી રહી છે.