ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
આપણી આ ભારતભૂમિમાં ભાતિ-ભાતિના લોકો વસે છે. વિવિધતામાં એકતા કહેવાતા આ દેશમાં પારસી સમૂહ પણ રહે છે. આજે આપણે તેમના વિશેની રોચક વાતો વિશે જાણીશું.
પારસી સમુદાય ભારતનો સૌથી નાનો ધાર્મિક સમૂહ છે. પારસીઓ આજે પણ ભારતના નાના ભાગમાં અસ્તિત્વ ધરાવે છે. પારસી લોકો પર્શિયા, ઈરાનથી શરણાર્થીઓ તરીકે ભારતમાં આવ્યા અને માત્ર થોડાં વર્ષોમાં એટલા સમૃદ્ધ બન્યા કે તેઓએ ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે પ્રભુત્વ જમાવ્યું.
અફીણના વેપારે પારસીઓને એટલા સમૃદ્ધ બનાવ્યા કે તેઓ તેમની સંપત્તિને સ્ટીલ, રિયલ એસ્ટેટ અને વેપારમાં વિસ્તૃત કરવામાં સક્ષમ હતા. પારસી લોકોમાં ઘણા ગુણો હતા. જેમ કે આસપાસના વાતાવરણને અનુકૂળ થઈ જવું, બ્રિટિશરો સાથે સારા સંબંધો અને દરિયાઈ મુસાફરી કરવાથી ડરવું નહીં. ભૂતકાળમાં ભારતમાં આવું કરવું પાપ અને ખોટું માનવામાં આવતું હતું, એને સિંધુબંદી કહેવાતી!
અફીણના વેપારની સફળતા પાછળનું સૌથી મહત્ત્વનું પરિબળ તેમના કર્મ છે.
બ્રિટિશરો સાથે સારા સંબંધોને લીધે પારસીઓને જરૂરી મદદ મળી. તેમણે પારસીઓ સાથે વધારે દખલ ન કરી.
ચીને અફીણના વેપાર પર પ્રતિબંધ મૂક્યો હતો. પ્રતિબંધે ભારતમાં અફીણનો વેપાર સ્થગિત કર્યો, પરંતુ અંગ્રેજો પાસે આર્થિક નુકસાનની મંજૂરી આપવાની માનસિકતા ન હતી. તેઓ તુરંત જ ચીન સાથે યુદ્ધ કરવા ગયા. આ યુદ્ધમાં ચીનનો પરાજય થયો હતો. ચીને શરણાગતિ સ્વીકારી અને બ્રિટિશરોએ અફીણના વેપારને કાયદેસર બનાવ્યો.
1830ના અંત સુધીમાં તો ચીનમાં અફીણનો વેપાર કરતી 42 વિદેશી વેપારી કંપનીઓમાંથી 20 પારસી સમુદાયની હતી.
1907માં ભારતનો અફીણનો વેપાર આજની સરખામણીમાં 10 ગણો વધારે હતો. એ સમયે અફીણનું વૈશ્વિક ઉત્પાદન 41,624 ટન હતું, પરંતુ અફીણના વેપારને ચીન પર ભારે ફટકો પડ્યો હતો.
ચીનમાં ચારમાંથી એક યુવાન અફીણનો વ્યસની હતો. જે આજના અફીણના વ્યસની લોકોની સંખ્યાના ત્રણ ગણા હતા.
ભારતમાં ગંગાકિનારે આવેલી જમીનમાં અને માલવા વિસ્તારમાં ખેડૂતોને અફીણની ખેતી કરવાની ફરજ પડી હતી. પરિણામે આ વિસ્તારમાં ઘઉં અને ચોખા જેવા આવશ્યક ખાદ્ય પાકોનું ઉત્પાદન થયું ન હતું. લાખો લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા.
અફીણના વેપારનો ઇતિહાસ અંધકાર અને વેદનાથી ભરેલો હોવા છતાં પરસીઓએ એનો ઉપયોગ માત્ર વેપાર માટે કર્યો હતો.
પારસી સમુદાયે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરી, જ્યારે JRD ટાટાએ પ્રથમ સ્ટીલ ફૅક્ટરી શરૂ કરી હતી. શેઠ આરજેજે હાઈ સ્કૂલની સ્થાપના પારસીઓએ કરી હતી. આ સંસ્થાઓ દ્વારા દેશમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સ્થાપના કરવામાં આવી હતી. ભારતના ઔદ્યોગિક અને વ્યાપારી ક્ષેત્રના વિકાસમાં ટાટા, વાડિયા, મેસ્ત્રી, ગોદરેજ જેવાં પારસી જૂથોના યોગદાનને આપણે નકારી શકતા નથી.
ભારતને આત્મનિર્ભર બનાવવામાં પારસીઓનો સિંહફાળો છે. પારસીઓએ પોતાની પ્રગતિની સાથે દેશની પ્રગતિને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે. એથી સમાજમાં હંમેશાં તેમના માટે આદરનું સ્થાન છે.