ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર
બોલિવૂડ એક્ટર રણબીર કપૂરના પિતરાઈ ભાઈ આદર જૈન અને અભિનેત્રી તારા સુતારિયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ કપલ અવારનવાર એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો અને વીડિયો પોસ્ટ કરતું રહે છે. હવે લેટેસ્ટ રિપોર્ટ અનુસાર બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આદર જૈન અને તારા સુતારિયા ઘણી વખત સાથે જોવા મળ્યા છે. આદરના ફેમિલી ફંક્શનમાં તારા ઘણીવાર તેમની સાથે જોવા મળી છે. બંને સાથે વેકેશન માટે પણ ગયા હતા. હવે આ કપલ તેમના સંબંધોને એક ડગલું આગળ લઈ જવા માંગે છે. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, આદર અને તારા હાલમાં જ ગોવા ગયા હતા, જ્યાં તેઓએ નક્કી કર્યું છે કે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે. બંને રાજસ્થાનમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.
સૂત્રોનું માનીએ તો, આદર ના પિતરાઈ ભાઈ રણબીર કપૂરના લગ્ન પહેલા આદર અને તારા લગ્ન કરી લેશે. બંને 2022ની શરૂઆતમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. એક તરફ એવા સમાચાર છે કે રણબીર કપૂર પોતે પણ એપ્રિલ અથવા મે મહિનામાં આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી શકે છે, ત્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની પહેલા આદર જૈન ઘોડી ચઢશે. જો કે, હજુ સુધી આ અહેવાલોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વાત કરીએ તો, એવા અહેવાલો છે કે કપલ 29 નવેમ્બર, 2021 ના રોજ રાજસ્થાનના એક રિસોર્ટમાં સગાઈ કરી શકે છે. જોકે, આ અંગે બંને તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર આ ચર્ચા થઇ રહી છે.
મુનમુન દત્તા 'તારક મહેતા' સિવાય અન્ય કોઈ શોમાં કેમ નથી દેખાતી, જાણો આની પાછળ શું છે કારણ
તારાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે ‘હીરોપંતી 2’ માં ટાઇગર શ્રોફ સાથે જોવા મળશે. તેમજ, અભિનેત્રી ‘તડપ’ અને ‘એક વિલન 2’ ને લઈને પણ ચર્ચામાં છે.