ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
અભિષેક બચ્ચનના સ્વાસ્થ્યને લઈને ચિંતિત ચાહકો માટે સારા સમાચાર છે. મુંબઈમાં તેના હાથની સર્જરી કરાવ્યા બાદ અભિનેતા ફરી એક વાર શૂટિંગ માટે ચેન્નઈ પહોંચી ગયો છે. આ તસવીરમાં અભિષેકના હાથમાં પ્લાસ્ટર સ્પષ્ટ દેખાય છે. જોકે તે થમ્બ્સ અપ કરતો પણ જોવા મળે છે. આ તસવીરની સાથે અભિષેકે એક લાંબી પોસ્ટ લખીને પોતાના અકસ્માતની વાર્તા પણ કહી છે. એટલું જ નહીં, પોસ્ટ જુનિયર એબીમાં પાપા અમિતાભ બચ્ચનનો પ્રખ્યાત ડાયલૉગ પણ હિટ કરતો જોવા મળે છે.
અભિષેકે લખ્યું : ગત બુધવારે મારી નવી ફિલ્મના શૂટિંગ દરમિયાન મારી સાથે એક ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મારો જમણો હાથ ફ્રૅક્ચર થયો હતો અને તેને ઠીક કરવા માટે મારે સર્જરીની જરૂર હતી, એથી ઝડપથી ઘરે પાછો આવ્યો અને મુંબઈમાં શસ્ત્રક્રિયા થઈ ગઈ છે. હવે બધું એની જગ્યાએ છે અને હવે ફરીથી ચેન્નઈમાં અને કામ કરવાનું શરૂ કર્યું. કહેવત છે કે શો ચાલુ રહેવો જોઈએ (show must go on) અને જેમ મારા પિતા કહે છે : મર્દ કો દર્દ નહીં હોતા… (હા ઠીક છે, થોડું દર્દ થાય છે). તમારી બધાની પ્રાર્થના માટે આભાર.
‘ચેહરે’ની રજૂઆતના બે દિવસ પહેલાં દિગ્દર્શક રૂમી જાફરી વિશે આવ્યા આ ખરાબ સમાચાર, જાણો વિગત
અભિષેકની આ પોસ્ટ પર કરણ જોહર, રિતેશ દેશમુખ, બૉબી દેઓલ સહિત ઘણા બૉલિવુડ સ્ટાર્સે તેને જલદી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેક ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ 'બૉબ બિસ્વાસ'માં જોવા મળશે. આ ફિલ્મ સુજોય ઘોષની ફિલ્મ 'કહાની'ના પાત્ર બૉબ બિસ્વાસની સ્પિન-ઑફ હશે. આ ફિલ્મમાં અભિષેક સાથે ચિત્રાંગદા સિંહ પણ જોવા મળશે. આ સિવાય અભિષેક 'દસવી'માં પણ જોવા મળશે.