ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
રૂમી જાફરી દ્વારા નિર્દેશિત અમિતાભ બચ્ચનની મલ્ટિસ્ટારર ફિલ્મ 'ચેહરે'ની રિલીઝ માટે માત્ર બે દિવસ બાકી છે અને એ પહેલાં નિર્દેશક સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર બહાર આવી રહ્યા છે. સમાચાર અનુસાર રૂમી જાફરી કોવિડ 19 વાયરસનો શિકાર બન્યા છે. જોકે નિર્દેશકના જણાવ્યા મુજબ ફિલ્મ સાથે સંબંધિત કામ અને પ્રમોશનનું કામ પૂર્ણ થઈ ગયું છે, એથી ફિલ્મની ચિંતા કરવાની કોઈ વાત નથી. એક મીડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર રૂમીએ કહ્યું, 'હું મારી પુત્રીનાં લગ્ન માટે હૈદરાબાદમાં હતો, જે ઑગસ્ટના પહેલા સપ્તાહમાં થયું હતું. નિતુ કપૂર, રણધીર કપૂર સહિત મારા ઘણા ખાસ મિત્રો લગ્નમાં આવ્યાં હતાં. સદ્ભાગ્યે, હું 15 ઑગસ્ટ પછી આ વાયરસનો શિકાર બન્યો છું, કારણ કે લગ્ન માટે આવેલા તમામ લોકો સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચી ગયા હતા.
'ચેહરે' વિશે વાત કરતાં રૂમીએ કહ્યું, "સદ્ભાગ્યે મારી ફિલ્મનું તમામ કામ પણ પૂર્ણ થયું છે, પ્રમોશન વગેરે. આ ફિલ્મ અગાઉ એપ્રિલમાં રિલીઝ થવાની હતી, એથી ફિલ્મ સંબંધિત કામ પહેલેથી જ પૂર્ણ થઈ ગયું છે, એ બાજુથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારો ટેસ્ટ નેગેટિવ આવે એ પછી હું મુંબઈ આવીશ નહીંતર હું અહીં હૈદરાબાદમાં જ ફિલ્મ જોઈશ.
ભાઈજાનને મુંબઈ એરપોર્ટ પર રોકનાર CISF જવાનની મુશ્કેલી વધી, આ કારણે મોબાઇલ ફોન થયો જપ્ત; જાણો વિગતે
તમને જણાવી દઈએ કે 'ચેહરે' પહેલાં 30 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડની સ્થિતિને જોતાં ફિલ્મની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મ 27 ઑગસ્ટના રોજ વિશ્વભરનાં થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. 'ચેહરે'માં ઇમરાન હાશ્મી, અમિતાભ બચ્ચન, રિયા ચક્રવર્તી, અન્નુ કપૂર અને ક્રિસ્ટલ ડી’સોઝા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આનંદ પંડિત દ્વારા બનાવવામાં આવી છે. ઇમરાન હાશ્મી અને અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં પ્રથમ વખત સાથે સ્ક્રીન શૅર કરી રહ્યા છે.