ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
બોલિવૂડ અભિનેત્રી પાયલ ઘોષ પર એસિડ હુમલો થયો છે. પાયલ અંધેરીથી પોતાના ઘરે જવા નીકળી ત્યારે તેના ઉપર હુમલો થયો હતો. આ એસિડ એટેક વિશે તેણે સોશિયલ મીડિયા ઉપર વિડિયો મૂકીને લોકોને જાણ કરી છે. પાયલ ઘોષ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય શોષણના આરોપ બાદ એક વર્ષથી ચર્ચામાં છે.
પાયલે દાવો કર્યો છે કે કેટલાક અજ્ઞાત લોકોએ તેના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે. તે જ્યારે કારમાં બેસવા જઈ રહી હતી ત્યારે તેના પર એસિડ ફેંકવાની કોશિશ હુમલાખોરોએ કરી હતી. આ અજ્ઞાત લોકોના ચહેરા માસ્કથી ઢંકાયેલા હતા.
પાયલે તરત ચીસો પાડવાથી હુમલાખોરો ભાગી ગયા અને સાથે તેણીના હાથમાં રહેલો સમાન પણ છીનવી ગયા. તે દરમિયાન પાયલના હાથમાં ઇજા થઇ હતી.
ભાજપની રણનીતિઃ મુંબઈના આ ચહેરાને રાજ્યસભાની ટિકિટ મળી. નજર આ વોટબેંક પર;જાણો વિગત
ઓશિવરા પોલીસ સ્ટેશનમાં અભિનેત્રીએ ફરિયાદ નોંધાવી છે અને કહ્યું હતું કે મુંબઈમાં તેની સાથે આવું પહેલીવાર થયું છે.