ભાજપની રણનીતિઃ મુંબઈના આ ચહેરાને રાજ્યસભાની ટિકિટ મળી. નજર આ વોટબેંક પર;જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21, સપ્ટેમ્બર   2021

મંગળવાર.

મુંબઈ સહિત પૂરા મહારાષ્ટ્રના ઉત્તરભારતીયોના વોટબેંકને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રની ખાલી પડેલી રાજયસભાની ઉપચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સંજય ઉપાધ્યાયને ઉમેદવારી આપી છે.  મુંબઈ બીજેપીના મહામંત્રી સંજય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. લાંબા સમયથી તેઓ મુંબઈ અને પ્રદેશ બીજેપીના સંગઠનમાં કામ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સંઘર્ષયાત્રામાં તેઓ સતત સાથે રહ્યા હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેઠક વારાણસીમાં પણ તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. વારાણસીમાં રહેતા મહારાષ્ટ્ર મૂળના મતદારોને અને ઉત્તરભારતીયોને રિઝવવાની જવાબદારી તેમના માથા પર નાખવામાં આવી હતી. તેમના કામથી પ્રભાવિત થઈને  મોદીએ તેમની પીઠ પણ થાબડી હતી.

શાબ્બાશ! પર્યાવરણનું જતન કરવામાં મહારાષ્ટ્રનું આ શહેર સૌથી આગળ. ગણેશમૂર્તિનું વિસર્જન નહીં કરતા તેનો ફરી ઉપયોગ થાય છે. સતત ત્રીજા વર્ષે એકપણ મૂર્તિ;જાણો વિગત નું વિસર્જન નહીં

આગામી સમયમાં મુંબઈની સાથે નવી મુંબઈમાં પાલિકાની ચૂંટણી થવાની છે. ત્યારે મુંબઈ બીજેપીના મહામંત્રી હોવા છતા સંજય ઉપાધ્યાય પાસે કોઈ  મહત્વની જવાબદારી નહોતી. તેથી નિષ્ઠાવાન કાર્યકર્તાઓમાં ખોટો મેસેજ જતો હતો. તેથી ભાજપે ભારે સમજી વિચારીને તેમને રાજયસભાની ઉમેદવારી આપી છે. ભાજપના માનવા મુજબ ઉત્તર ભારતીયોના સપોર્ટ વગર મહારાષ્ટ્રમાં શિવસેનાને ટક્કર આપવી થોડી મુશ્કેલ છે. તેથી આગામી પાલિકાની ચૂંટણીઓમાં સંજય ઉપાધ્યાયની ઉમેદવારી બહુ મહત્વનો ફાળો ભજવે એવું ભાજપનું માનવું છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More