ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
બૉલિવુડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન મિસ વર્લ્ડ રહી ચૂકી છે. મૉડલ તરીકે કરિયર શરૂ કરનાર ઐશ્વર્યાએ બહુ ઓછા સમયમાં બૉલિવુડમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી લીધું હતું. તેના માસૂમ ચહેરાના દેશ-વિદેશના લોકો દીવાના છે. બહુ ઓછા લોકો જાણે છે કે ઐશ્વર્યા ફિલ્મી દુનિયામાં આવવા માગતી ન હતી. તે બાળપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી અને 90 ટકા સુધી માર્ક્સ મેળવતી હતી. જોકે શાળાના જીવનથી જ નસીબ તેને બૉલિવુડ ઇન્ડસ્ટ્રી તરફ લઈ આવ્યું હતું.
ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ 1 નવેમ્બર, 1973ના રોજ મેંગલોર, કર્ણાટકમાં થયો હતો. નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર હોવા છતાં તે કૉલેજનું ભણતર પૂરું કરી શકી નહોતી. ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ બેશક કર્ણાટકમાં થયો હતો, પરંતુ તેનો પરિવાર થોડાં જ વર્ષોમાં મુંબઈ શહેરમાં સ્થાયી થઈ ગયો હતો. આ કારણે તેનો અભ્યાસ ત્યાં જ થયો છે. ઐશ્વર્યાએ આર્ય વિદ્યા મંદિર, જય હિંદ કૉલેજ અને ડીજી રૂપારેલ કૉલેજ ઑફ આર્ટ્સ, સાયન્સ ઍન્ડ કૉમર્સમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે. જોકે કૉલેજ ડ્રૉપઆઉટને કારણે તે ડિગ્રી મેળવી શકી ન હતી.
'ભાભી જી ઘર પર હૈ'ના સક્સેનાજી થપ્પડ અને કરન્ટ્સ ખાવા લે છે આટલી ફી; જાણીને તમે ચોંકી જશો
ઐશ્વર્યા રાય બચ્ચન અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેના માર્ક્સ હંમેશાં 90% સુધી આવતા હતા. તે ફિલ્મી દુનિયામાં કરિયર બનાવવા માટે ઉત્સુક નહોતી. તે આર્કિટેક્ચર અથવા મેડિસિન લાઇનમાં પ્રવેશવા માગતી હતી. ધોરણ 9માં, તેણે કેમલિન પેન્સિલ માટે પ્રથમ જાહેરાત શૂટ કરી. તેને 12મા ધોરણથી મૉડલિંગની ઑફર મળવા લાગી હતી, પરંતુ તે ના પાડતી હતી. બૉલિવુડ ફિલ્મો પહેલાં તેણે તામિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.