ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑગસ્ટ, 2021
બુધવાર
બૉલિવુડ ઍક્ટર અક્ષયકુમારની ફિલ્મ ‘બેલ બૉટમ’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે હુમા કુરેશી, વાણી કપૂર, લારા દત્તા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને રણજિત એમ તિવારીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી લારા દત્તા લાંબા સમય બાદ ફિલ્મમાં ફરી પાછી રહી છે. ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે અક્ષયકુમારનું કોડ નેમ ‘બેલ બૉટમ’ છે અને તેને એક સિક્રેટ મિશનની જવાબદારી સોંપી છે. અક્ષયની ભૂમિકા આ ફિલ્મમાં મલ્ટી ટૅલેન્ટેડ છે. તે સંગીત શીખવાડે છે અને ઘણી બધી ભાષાઓ પણ જાણે છે અને પછી વાત ઍક્શનની આવે તો જબરજસ્ત સ્ટન્ટ કરતો પણ જોવા મળે છે.
ભાઈ હો તો ઐસા : અર્જુન કપૂરના પ્રથમ ટૉક શોમાં શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર જ પહેલી મહેમાન
‘બેલ બૉટમ’ ફિલ્મ 19 ઑગસ્ટના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. અક્ષયકુમારે ખુલાસો કર્યો છે કે ‘બેલ બૉટમ’ને 3D ફૉર્મેટમાં પણ રિલીઝ કરવામાં આવશે.