ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑગસ્ટ, 2021
મંગળવાર
બૉલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં એમ તો કેટલાંય ભાઈબહેનની જોડી છે અને એકબીજાને પ્રેમ અને સપોર્ટ કરતાં રહે છે, પરંતુ આ સ્ટાર એક એવો પણ છે જેને હમણાં પોતાનો સંબંધ સ્વીકાર્યો છે. આ ભાઈબહેન બીજા કોઈ નહીં, પરંતુ અર્જુન કપૂર અને જાહ્નવી કપૂર છે. ધીરે-ધીરે બંને ભાઈબહેનની સાથોસાથ એક સારા મિત્ર પણ બની રહ્યાં છે. કેટલાક દિવસ પહેલાં બંનેએ એક મૅગેઝિન માટે સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આ વચ્ચે ખબર એવી આવી રહી છે કે અર્જુન કપૂર જલદી પોતાનો એક ટૉક શો લઈને આવવાનો છે, જેનું નામ છે ‘બક બક વિથ બાબા’. આ શોને અર્જુન કપૂર હોસ્ટ કરશે સાથે જ ઇન્ડસ્ટ્રીના કેટલીક સેલિબ્રિટીને પોતાના શોમાં ઇન્વાઇટ કરશે અને તેમની સાથે રેપિડ ફાયર પણ કરશે. એટલું જ નહીં, શોમાં અર્જુન તેના ફેવરેટ પર્સનને ઇન્વાઇટ કરશે, જે કોઈ પણ હોઈ શકે છે. તેના પરિવારથી લઈને ફ્રેન્ડ,બૉલિવુડ ઇન્ડસ્ટ્રીઝ અને કલિગ પણ હોઈ શકે. અત્યારે આ શોનો પહેલો પ્રોમો આવી ચૂક્યો છે. અર્જુનના ટૉક શોની પહેલી મહેમાન જાહ્નવી કપૂર બની છે.
વધુમાં જણાવવાનું કે આ ટૉક શો કોઈ ચૅનલ પર નહીં, પરંતુ ડિજિટલી ટેલિકાસ્ટ થશે આ શોનો પ્રોમો અર્જુન કપૂરે તેના ઇન્સ્ટ્રાગ્રામ ઍકાઉન્ટ પર શૅર કર્યો છે, જેમાં અર્જુન તેની સાવકી બહેન સાથે કેટલાક ટૉપિક પર વાત કરે છે.