ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
નીરજ ચોપરાએ ટોક્યો ઑલિમ્પિક 2020માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને ચર્ચામાં આવી ગયો છે. આ વચ્ચે ધ ક્વીન્ટનો જૂનો ઇન્ટરવ્યૂ જેમાં ગોલ્ડન બૉયે તેની બાયોપિક માટે અક્ષયકુમાર અને રણદીપ હુડાનું નામ સૂચવ્યું હતું અને એ વાયરલ થઈ ગયું. ભારતને ઑલિમ્પિકમાં લાંબા સમય પછી ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ઉપર હવે બાયોપિક બનાવવાને લઈને ચર્ચા થઈ રહી છે. ટ્વિટર પર તો લોકોએ એલાન પણ કરી દીધું છે કે બૉલિવુડ અભિનેતા અક્ષયકુમાર નીરજનું કિરદાર નિભાવતો નજર આવશે. આ વાતને લઈને કેટલાંક મીમ્સ અને ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. હવે આના ઉપર અક્ષયકુમારે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. હાલમાં મીડિયા સાથે વાતચીતમાં અક્ષયકુમારે કહ્યું કે ‘’હું કહીશ કે નીરજ ચોપરાનો દેખાવ સુંદર છે. જો કોઈ મારી બાયોપિક કરશે તો એ નીરજ કરી શકે છે.’’ તમને જણાવી દઈએ કે અક્ષયકુમાર સોશિયલ ઇશ્યૂ પર ફિલ્મો બનાવવા માટે જાણીતો છે. ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’, ‘પૅડ મૅન’ જેવી ફિલ્મો બાદ હવે ફેન્સની ડિમાન્ડ છે કે નીરજ ચોપરાની બાયોપિકમાં અક્ષયકુમારને જુએ.
રાખી સાવંત પર થયું નીરજ ચોપરાનું ભૂત સવાર; જુઓવાયરલ વીડિયો
આનાથી પહેલાં મીરાબાઈ ચાનુ ટોક્યો ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા ઉપર સોશિયલ મીડિયા યુઝર્સે અક્ષયકુમારનું મીમ બનાવીને કહ્યું કે હવે તેઓ મીરાબાઈની બાયોપિકમાં કામ કરશે.