ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
રાખી સાવંત હંમેશાં તેના અજીબો-ગરીબ વીડિયોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસી પડશો. રાખી સાવંત મુંબઈના રસ્તા ઉપર ટૉક્યો ઑલિમ્પિકમાં દેશના હીરો બનેલા નીરજ ચોપરાની કૉપી કરતી નજર આવી. નીરજ ચોપરાએ ભારતને ઇન્ડિવિજ્યુલ સ્પૉર્ટ જેવલીન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને આખા દેશમાં ધૂમ મચાવી છે. દરેક જણ તેના ઉપર ગર્વ અનુભવી રહ્યો છે. આવામાં રાખી કેમ પાછળ રહી જાય. રાખી સાવંત પર આવું જ એક ભૂત ચડતું નજર આવ્યું. રાખી સાવંત નીરજ ચોપડાની એટલી મોટી દીવાની થઈ ગઈ કે રસ્તા પર ભીડની વચ્ચે જેવલીન થ્રોની પ્રૅક્ટિસ કરતી નજર આવી.
આ વાયરલ વીડિયોમાં રાખી સાવંત એક ડંડો લઈને જેવલીન થ્રોની પ્રૅક્ટિસ કરે છે. તે ડંડો લઈને ફેંકે છે, ત્યાર બાદ સામેથી અવાજ આવે છે કે ‘અરે! આ શું કરો છો?’ જેના પર રાખી કહે છે કે ‘અરે! મેં કોશિશ તો કરી.’ ત્યાર બાદ તે પોતે જ પોતાનાં વખાણ કરે છે.