ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
હિન્દી ફિલ્મો પર કેટલીકવાર અલગ-અલગ રીતે કૉપી કરવાનો આરોપ લાગતો જ રહે છે. ક્યારેક ફિલ્મની વાર્તા કૉપી કરવાનો આરોપ લાગે છે તો ક્યારેક મ્યુઝિક કે પોસ્ટર કૉપી કરવાનો આરોપ લાગે છે. આ વખતે અક્ષયકુમાર અને વાણી કપૂર સ્ટારર ‘બેલ બૉટમ’નું ગીત ‘મરજાવા’ ઉપર પોસ્ટર ચોરી કરવાનો આરોપ લાગી રહ્યો છે.
વાત એમ છે કે 19 ઑગસ્ટે અક્ષયકુમારની ફિલ્મ ‘બેલ બૉટમ’ રિલીઝ માટે તૈયાર છે. આવામાં ફિલ્મનું ગીત શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. ગીતની રિલીઝ પહેલાં એનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, જે વાયરલ થયું હતું.
સેટ પર તબિયત લથડવાને કારણે આ અભિનેત્રીને હૉસ્પિટલ લઈ જવાઈ, ડૉક્ટરે આપી આરામ કરવાની સલાહ
કેટલાક સોશિયલ મીડિયા યુઝર ફિલ્મના પોસ્ટરને ટ્રૉલ કરી રહ્યા છે અને તેને ગંદી કૉપી પણ કહી રહ્યા છે. જ્યારે કેટલાક સોશિયલ યુઝર અક્ષયકુમારના પક્ષમાં કહી રહ્યા છે કે આ એક ખૂબ જ કૉમન પોઝ છે.