ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑગસ્ટ, 2021
સોમવાર
બૉલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન જેટલી તેમના અભિનય માટે પ્રશંસા મેળવે છે એટલા જ તેઓ તેમની સોશિયલ મીડિયાની પોસ્ટ ને લઈને પણ ટ્રોલ થતા રહે છે. યુઝર્સે અમિતાભ ઉપર વ્હૉટ્સઍપ જૉક્સને ચેક કર્યા વગર આગળ મોકલવા માટેનો આરોપ લગાવ્યા છે. આ વખતે અમિતાભ બચ્ચને તેમની નવી લખેલી પંક્તિઓને લીધે જબરજસ્ત ટ્રોલ થવું પડ્યું છે. વાત એમ છે કે અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર હૅન્ડલ પર લખ્યું છે’ ,'बहुत गुरुर था छत को छत होने पर, एक मंजिल और बनी छत फर्श हो गयी…।' એક તરફ કેટલાક લોકો આ પંક્તિની પ્રશંસા કરતા જોવા મળ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું છે કે ‘કુલ મિલાકે બાબુજી એક ખરાબ સિવિલ એન્જિનિયર થે’. બીજાએ લખ્યું કે ‘બસ યહી કરતે રહેના કૉપી ઓર પોસ્ટ’.
અનુ મલિક સોશિયલ મીડિયા ઉપર ટ્રોલરના નિશાના ઉપર, ફરી એક વાર ધૂન ચોરાવાનો આરોપ લાગ્યો; જાણો વિગત
અમિતાભ બચ્ચન સમય સમય પર ટ્રોલરોને પાઠ ભણાવતા રહેતા હોય છે, પરંતુ હમણાં તેમની દરેક પોસ્ટને લઈને તેમને ટ્રોલ થવું પડે છે.