ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ ઑગસ્ટ, ૨૦૨૧
સોમવાર
મ્યુઝિક કમ્પોઝર તેમ જ સિંગર અનુ મલિક ઉપર એક વાર ફરી ધૂન ચોરાવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ કોઈ બીજાએ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના યુઝર્સે લગાવ્યો છે. વાત એમ છે કે જેવું જિમ્નાસ્ટ ડોલ્ગોપયાતના ગળામાં ગોલ્ડ મેડલ પહેરાવવામાં આવ્યું કે તરત જ ઇઝરાયલનું નૅશનલ એન્થમ વાગવા લાગ્યું. યુઝર્સને આ ધૂન 1996ની ફિલ્મ ‘દિલ જલે’નું ગીત ‘મેરા મુલ્ક મેરા દેશ’ને મળતી લાગી. આ કારણથી અનુ મલિક સોશિયલ મીડિયાના ટ્રોલરના નિશાના ઉપર આવી ગયો અને ટ્રોલ થવા લાગ્યો. તેના ઉપર ધૂન ચોરવાનો આરોપ લાગવા લાગ્યો. હવે અનુ મલિકને લઈને જુદી-જુદી વાતો થઈ રહી છે.
પતિ અભિષેક બચ્ચન કરતાં પણ વધારે ધનવાન છે ઐશ્વર્યા રાય બચ્ચન, અધધધ આટલા કરોડની છે માલિક, જાણો વિગત
કેટલાક લોકો અનુ મલિકને ને કૉપી કરવા માટે નિશાન બનાવી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે અનુ મલિકને કૉપી કરવા માટે બીજા દેશનું જ નૅશનલ એન્થમ જ મળ્યું હતું!