ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર
બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને સૈફ અલી ખાન સ્ટારર વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'ની ત્રીજી સીઝનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિરીઝની પ્રથમ સિઝન 2018માં રિલીઝ થઈ હતી જેને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો.દર્શકોને ગણેશ ગાયતોંડેની ભૂમિકા પસંદ આવી અને શ્રેણીના સંવાદો દર્શકોના મનમાં વસી ગયા. વર્ષ 2019 માં, શ્રેણીની બીજી સીઝન રિલીઝ થઈ હતી જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.જોકે મેકર્સે સ્પષ્ટ કરી દીધું હતું કે સિરીઝની ત્રીજી સિઝન બની શકે નહીં, પરંતુ ચાહકો તેની ત્રીજી સિઝનની સતત રાહ જોઈ રહ્યા હતા. સેક્રેડ ગેમ્સની ત્રીજી સીઝનની અટકળો વચ્ચે દિગ્દર્શક અનુરાગ કશ્યપે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે શોની ત્રીજી સીઝન નહીં થાય.
નેટફ્લિક્સ ની લોકપ્રિય વેબ સિરીઝ માટે કાસ્ટિંગની જાહેરાત કરતા સોશિયલ મીડિયા યુઝરની પોસ્ટ શેર કરતા અનુરાગ કશ્યપે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- ‘આ માણસ છેતરપિંડી કરનાર અને મૂર્ખ છે. કૃપા કરીને તેના વિશે ફરિયાદ કરો. 'સેક્રેડ ગેમ્સ'ની ત્રીજી સીઝન ચાલી રહી નથી. હું આ વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી રહ્યો છું.’
વાય ડીસ કોલાવેરી ડી! ફેમ અભિનેતા અને તેની પત્ની લગ્નના 18 વર્ષ બાદ થયા અલગ; જાણો વિગત
સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત વેબ સિરીઝ ભારતમાં લોકપ્રિય બનેલી પ્રથમ વેબ સિરીઝ હતી. આ સિરીઝમાં સૈફ અલી ખાન પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળ્યો હતો.અનુરાગ કશ્યપે શેર કરેલી આ પોસ્ટ પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું – થોડા સમય માટે હું ખુશ હતો કે કદાચ સીઝન 3 આવી રહી છે.