News Continuous Bureau | Mumbai
હોલીવુડની ફિલ્મોના (Hollywood film) શોખીનો માટે વધુ એક ફિલ્મ આવી રહી છે. જેમ્સ કેમરુનની ફિલ્મ અવતારઃ ધ વે ઓફ વોટરનું (Avtar: the way of water)ટીઝર રિલીઝ થયું છે. દાયકા પહેલા રિલીઝ થયેલી અવતાર ફિલ્મની સિક્વલ (Avtar sequel)એવી આ ફિલ્મનું ટીઝર (film teaser) એટલું જબરદસ્ત છે કે તેના એક એક સીન પર તમારી નજર ચોંટી જશે.
ફિલ્મના ટીઝરમાં પેન્ડોરાની (pendora) એકદમ આશ્ચર્યજનક દુનિયા તમને જાેવા મળશે. ત્યાં રહેતા વાદળી માણસો (Blue people) સામાન્ય લોકો કરતા એકદમ અલગ દેખાય છે. જે પોતાની એક અલગ દુનિયામાં શાંતિથી જીવવાનું પસંદ કરે છે. આ ટીઝરમાં વાદળી રંગના લોકો તમને અન્ય સામાન્ય લોકો સાથે ભળતા જાેવા મળશે. પરંતુ આ વખતે પણ તેઓ તેમના પરિવાર અને પોતાની દુનિયાને બચાવવા માટેની માથાપચ્ચી કરતા જાેવા મળશે. ટીઝર જાેઈને તમે ચોક્કસપણે રોમાંચિત થઈ જશો.
આ સમાચાર પણ વાંચો : જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું લાંબી માંદગી બાદ નિધન, સંગીત જગતમાં શોકની લાગણી
આ ફિલ્મનો કેટલોક ભાગ પાણીની અંદર શૂટ (underwater shoot) કરાયો છે. હાલ જાે કે ફિલ્મનું ટીઝર(film teaser) ધૂમ મચાવી રહ્યું છે. વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પર દર્શકો આફરીન થઈ ગયા છે. ફિલ્મનું ટીઝર જાેઈને તમને આખી ફિલ્મ જાેવાની ઉત્સુકતા વધી જશે. આ ફિલ્મ જેમ્સ કેમરૂનના દિગ્દર્શન હેઠળ બની છે ફિલ્મ અંગ્રેજી, તમિલ, હિન્દી, મલિયાલમ, તેલુગુ અને કન્નડમાં ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ રિલીઝ થશે.