ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧
શુક્રવાર
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની અભિનેત્રી મુનમુન દત્તા એટલે કે બબિતાજીને આજે સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળે છે. વાત એમ છે કે મુનમુન દત્તાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્રમાં કેસ દાખલ થયો હતો.
જાણો વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘શેરની’નો રિવ્યૂ
ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા એના વીડિયોમાં મેકઅપ tutorialને કહેતી હતી કે તે જલદી youtube પર ડેબ્યૂ કરશે એના માટે તે સુંદર દેખાવા માગે છે. અને ત્યાર બાદ તેણે જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જોતજોતામાં તેનો આ વીડિયો વાયરલ થયો હતો. આ મામલો ખૂબ વધી ગયો હતો. મામલો વધી ગયો છે એ જોઈને મુનમુન દત્તાએ માફી પણ માગી હતી. આમ આજે સુપ્રીમ કોર્ટમાંથી તેની બધી કાર્યવાહી પર રોક લગાવવામાં આવી છે.