ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર
‘બિગ બોસ 15’ શરૂ થયું ત્યારથી ધમાલ મચાવી રહ્યું છે. શોમાં પહેલા દિવસથી જ સ્પર્ધકો વચ્ચે ઝઘડા જોવા મળી રહ્યા છે. ઘરમાં અનેક પ્રેમ પ્રકરણ પણ જોવા મળ્યા. જેમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશનું નામ સામેલ છે. બંનેની જોડી દર્શકોને પણ પસંદ આવી રહી છે. તાજેતરમાં, વાઇલ્ડ કાર્ડ રાકેશ બાપટને શોમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે અફસાનાને પણ બિગ બોસ દ્વારા ઘરમાંથી બેઘર કરવામાં આવી હતી. જે બાદ ચર્ચા છે કે શોમાં ફરી એક નવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસના મેકર્સ શોની ટીઆરપી વધારવા માટે ઘણા મોટા પગલા લેવાના છે. જેમાં ટૂંક સમયમાં જ આ શોમાં તેજસ્વીના જૂના મિત્ર શિવિન નારંગની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ શકે છે.
શિવિન અને તેજસ્વીના અફેરની ચર્ચા ઘણી જૂની છે, કહેવાય છે કે બંને એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આવી સ્થિતિમાં, જો શિવિન સલમાનના શોમાં આવે, તો કરણ કુન્દ્રા અને તેજસ્વીના સંબંધો પર તેની ઘણી અસર પડશે.
આ હસીના બનશે ‘નાગીન’ ની નાગરાણી ! સલમાન ખાન સાથે છે ગાઢ સંબંધ; જાણો તે અભિનેત્રી કોણ છે
‘બિગ બોસ 15’ ના વાઈલ્ડ કાર્ડમાં ડોનલ બિષ્ટ, અનુષા દાંડેકર અને મૂઝ જટાનાના નામ પણ સામે આવી રહ્યા છે. એવા પણ અહેવાલ છે કે શમિતા શેટ્ટી અને અફસાના ફરીથી ઘરમાં એન્ટ્રી કરી શકે છે. તમને જણાવી દઈએ કે શમિતા શેટ્ટીની બગડતી તબિયતના કારણે તે ઘરની બહાર નીકળી ગઈ હતી. તેમજ, અફસાના ખાને પોતાની જાત પર ચાકુ વડે હુમલો કર્યો, જેના કારણે બિગ બોસે તેને બહારનો રસ્તો બતાવ્યો.